મંગળવાર, 11 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (17:37 IST)

50 કરોડના પ્રારંભિક રોકાણથી રાજકોટમાં બનશે આર્મ્સ ફેક્ટરી, રિવોલ્વર,રાયફલ અને એન્ટી-એરક્રાફટ ગનનું ઉત્પાદન થશે

રાજકોટના મશીન ટુલ્સ ઉદ્યોગમાં હવે નવું પીછુ ઉમેરાયું છે. રાજકોટમાં હવે રીવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એરક્રાફટ (વિમાન વિરોધી) ગનનું ઉત્પાદન થશે. વર્ષના અંત સુધીમાં ફેકટરી ધમધમતી થઇ જશે.

રાજકોટ સ્થિત રેસ્પીયન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીએ હથિયારોના ઉત્પાદન ફેકટરી માટે કુવાડવા રોડ પરના સાતડા ગામે જમીન ખરીદી લીધી છે જ્યાં જુદા-જુદા હથિયારોનું ઉત્પાદન તથા એસેમ્બલીંગ થશે.કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતી પટેલે એક નિવેદનમાં કહ્યું હતું કે, કેન્દ્રીય સંરક્ષણ તથા ગૃહ મંત્રાલય તરફથી હથિયારોના ઉત્પાદન તથા એસેમ્બલીંગ માટે લાયસન્સ આપી દેવામાં આવ્યું છે.

રાજકોટમાં હથિયારોના ઉત્પાદન માટેનું આ લાયસન્સ થોડા મહિના જ મળી ગયું હતું. અને ઉત્પાદન પ્રક્રિયામાં એડવાન્સ સ્ટેજે પહોંચી ગયા છીએ અને શક્ય એટલી વહેલી તકે વ્યાપારી ધોરણે ઉત્પાદન શરુ કરી દેવામાં આવશે. પ્રીતી પટેલ રાજકોટના છે.અલબત્ત, મુંબઈમાં રહે છે.રાજકોટ અને મુંબઈ બન્ને સ્થળોએ બિઝનેસ ધરાવે છે. રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એર ક્રાફટ ગન બનાવવાના લાયસન્સ તેમની કંપનીને મળ્યા છે. કંપની હથિયાર લાયસન્સ બનાવતા નાગરિકો ઉપરાંત પોલીસ, સીઆરપીએફ, સૈન્ય, એસઆરપીએફ સહિતની સુરક્ષા એજન્સીઓને વ્યાપારીક ધોરણે હથિયારો વેચી શકશે. રાજકોટની આ કંપની હથિયારોની ટેકનોલોજીના વિશ્વની અનેક કંપનીઓ સાથે કરાર ધરાવે છે. આધુનિક હથિયારો વિકસાવવા માટે કંપની અત્યાધુનિક રીસર્ચ અને ડેવલપમેન્ટ યુનિટ પણ ધરાવે છે. રાજકોટમાં હથિયાર ફેકટરી માટે કંપની દ્વારા 2019ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કરાર કરવામાં આવ્યા હતા. પ્રારંભિક રોકાણ 50 કરોડનું નક્કી કરવામાં આવ્યું હતું.