શું 10ના સિક્કા ચલણમા છે? આ સવાલે લોકોને અસમંજસમાં મુકી દીધાં

બુધવાર, 16 મે 2018 (15:20 IST)

Widgets Magazine


નોટબંધી બાદ ચલણી નોટો કરતાં વધુ અફવાઓ લોકોને પરેશાન કરી રહી છે. ત્યારે 10 રૂપિયાના સિક્કા ચલણમાં છે કે નહીં તે મુદ્દે ફેલાતાં અનેક વેપારીઓએ 10ના સિક્કા સ્વીકારવાનું જ બંધ કરી દીધુ છે. અમદાવાદ સહિત રાજ્યભરના અનેક પેટ્રોલપંપ પર જો રૂ. ૧૦નાં સિક્કા આપીએ તો આ સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવે છે.  પેટ્રોલપંપ સંચાલકો પણ આ બાબતે બળાપો કાઢતા કહે છે કે અમે જયારે બેંકમાં સિક્કા જમા કરાવવા જઇએ છીએ ત્યારે માત્ર હજાર રૂપિયાના જ સિક્કા સ્વીકારાય છે. 

આટલું જ નહીં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતમાં પણ વેપારીઓ ૧૦ના સિક્કા સ્વીકારવાનું ટાળી રહ્યા છે. જેને લઇને લોકોની પરેશાની સતત વધી છે.  હવે સામાન્ય લોકોને આ સિક્કા વટાવવા ક્યાં? એ સવાલ સતાવી રહ્યો છે. બેંકો સિક્કા સ્વીકારતી નથી ત્યારે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લોકોને મેસેજ કરીને ૧૦નાં તમામ સિક્કાઓ ચલણમાં હોવાની વાતો કરી રહી છે. લોકોએ પોતાની પાસેની આવી નોટો તરત જ બેંકમાં જમા કરાવવા માટે કવાયત શરૂ કરી દીધી.  હવે છેલ્લા ઘણા સમયથી રૂ.૧૦ના સિક્કા ગમે ત્યારે રદ થઇ જશે તેવી અફવાને લઇને વેપારીઓ ૧૦ના સિક્કા સ્વીકારતા બંધ થઇ ગયા છે. ઘણા વિસ્તારમાં તો ૧૦ની સાથે પાંચના સિક્કા પણ સ્વીકારાતા નથી. સિક્કા તો હજુ ચલણમાં જ છે. તો શા માટે તમે સ્વીકારતા નથી? આવો સવાલ પૂછતાં એક જ જવાબ મળે છે કે ‘બેંકો સિક્કા સ્વીકારતી નથી તો અમે આ સિક્કાનું શું કરીએ?
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
10ના સિક્કા અસમંજસ નોટબંધી 10 રૂપિયાના સિક્કા. ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર Gujarat Samachar Gujarati News Ahmedabad News In Gujarati Regional News Of Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Visavadar News - જૂનાગઢમાં પોલીસ શર્મસાર - પિતા પર પોલીસ દમન થતાં પુત્રીએ પોલીસ સ્ટેશનમાં દવા પી આપઘાત કર્યો

વિસાવદરમાં મંગળવારે બસસ્ટેન્ડ ચોકમાં રજાક આદમ મોદીનું છોટા હાથી ડીટેઇન કરીને તેઓને પોલીસ ...

news

સોમનાથ મંદિરના પ્રસાદની આવક 7 કરોડને આંબી ગઈ

સોમનાથ મંદીરમા ભાવિકોને અપવામાં આવતા પ્રસાદની આવક હવે 7 કરોડથી પણ વધુ નોંધાઇ છે. સોમનાથ ...

news

રાહુકાળ સમાપ્ત થતા જ બીજેપી કર્ણાટકમાં બનાવશે સરકાર

કર્ણાટકમાં બીજેપીને સૌથી મોટી પાર્ટી બન્યા પછી પણ સરકાર બનાવવામાં અસમંજસની સ્થિતિ ને દૂર ...

news

દાહોદમાંથી ઝડપાયા રદ થયેલી 500 અને 1000ની નોટો, પોલીસે 14.80 લાખની આ નોટો સાથે બે યુવકોની ધરપકડ કરી

દાહોદ શહેરમાં યુવક રદ્દ થઇ ગયેલી 1000 અને 500ના દરની નોટો લઇને ફરતો હોવાની બાતમી આર.આર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine