શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 જૂન 2018 (11:27 IST)

એરપોર્ટના ખાનગીકરણ, પીપીપી મોડલ,મેઇન્ટેનન્સનો ફ્લોપ શો થતા હવે ખાનગીકરણ નહી થાય

અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડેવલોપમેન્ટને લઇ કોઇ નક્કર નિર્ણય લઇ શકાતો નથી. છેલ્લા કેટલાક વર્ષોથી એરપોર્ટના ડેવલોપમેન્ટ લઇ આખો પ્રોજેક્ટ ઘોઁચમાં મુકાયો છે. છેલ્લે ઓથોરિટીએ ખાનગીકરણ અને પીપીપી મોડલની પ્રક્રિયા રદ કરતા ફક્ત મેઇન્ટન્સ માટે બીડ મંગાવ્યા હતા પરંતુ કોઇ ખાસ કંપનીઓ ન આવતા ઓથોરિટી ખુદ મુંઝવણમાં મુકાઇ છે. બીજીતરફ એરપોર્ટના વિશ્વસનીય સુત્રો જણાવી રહ્યા છે કે હવે ખુદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) જ એરપોર્ટનું મેઇન્ટેન્સ કરી ડેવલોપ કરે તેવી શક્યતાઓ છે,

તે દિશામાં ઓથોરિટીએ ચક્રો ગતિમાન કર્યા છે. અને હવે કોઇપણ સંજોગોમાં અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ નહીં થાય તેવુ એએઆઇના ચેરમેન ગુરૃપ્રસાદ મહાપાત્રાએ જણાવ્યુ હતું. અમદાવાદ એરપોર્ટનું સૌ પ્રથમ ખાનગીકરણની જાહેરાત કર્યા બાદ આખી પ્રક્રિયા ફેરવી નાંખી સિંગાપોરના ચાંગી મેનેજમેન્ટને આપવાનું નક્કી કર્યુ હતુ તેનો પણ ફ્લોપ શો થયા બાદ પીપીપી મોડલ પર ફક્ત એરપોર્ટનો ચેકઇન એરિયા સહિત અમુક જ ભાગ મેઇન્ટેનન્સ કરવા પ્રાઇવેટ કંપનીઓ પાસે બીડ મંગાવ્યા હતા પરંતુ ટેન્ડરની પોલીસી મુજબ ખાસ કોઇ કંપનીઓએ રસ ન દાખવતા હવે એરપોર્ટ ઓથોરિટી ખુદ મુંઝવણમાં મુકાઇ છે. એરપોર્ટના વિશ્વસનીય સુત્રો જણાવી રહ્યા છે કે એરપોર્ટના મેઇન્ટેનન્સ માટે કોઇ કંપનીઓ નહી આવે તો ખુદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જ મેઇન્ટેનન્સ કરશે. આમ એરપોર્ટના સર્વે કરાયા બાદ કેટલો ખર્ચ થશે તે મુજબ ફંડ જાહેર કરે તેવી શક્યતાઓ છે. આ ફંડમાંથી ઓથોરિટી પ્રવાસીઓને નવી સુવિધાઓ પુરી પાડશે. આ અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરૃપ્રસાદ મહાપાત્રએ જણાવ્યુ કે 'અમે એરપોર્ટના મેઇન્ટેનન્સ માટે અગાઉ જે ટેન્ડર પ્રક્રિયામાં શરતો હતી તેમાં સુધારો કરવાનું વિચારી રહ્યા છીએ. જેથી કોઇ ખાનગી કંપની મેઇનન્ટેન્સ માટે રસ દાખવી શકે, અલબત્ત તેમ છતાં કોઇ કંપની મેઇન્ટેનન્સ માટે નહી આવે તો ઓથોરિટી કેન્દ્ર સરકારે પાસે જરૃરી ફંડની દરખાસ્ત કરી ડેવલોપ કરશે. આ ફંડ કેટલું જાહેર કરવુ તે સર્વે કર્યા બાદ ખાસ ટીમ નક્કી કરશે. નોંધનીય છે કે આમ છેલ્લા કેટલાક વર્ષથી એરપોર્ટના લટકેલા પ્રોજેક્ટનો આખરે અંત આવશે. એરપોર્ટના ડેવલોપમેન્ટ તરફ આગળ વધશે. એરપોર્ટની આસપાસ ખુલ્લી જમીન મળે તો જ કંપીનીઓ આવે સુત્રો જણાવી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટમનલની અંદર જ મુસાફરોની સુવિધા માટે મેઇનન્ટેનન્સ કરવાનું હોવાથી કંપનીઓને ખાસ કોઇ ફાયદો થાય તેમ નથી. પહેલા એરપોર્ટના ખાનગીકરણ કરવાની જાહેરાત કરી હતી તેમા ૧૧ કંપનીઓ રેસમાં હતી જેનું કારણ એ છે કે એરપોર્ટની આસપાસ તેમજ સર્કલથી ટમનલમાં આવતા આજુબાજુ મોકાની વિશાળ જમીન છે જેથી જમીન પર કોઇ હોટલ કે મોલ્સ ઉભા કરાય તો ખાનગી કંપનીઓ લાંબાગાળે આ્થિક ફાયદો થાય તેમ હતો પરંતુ જો ઓથોરિટી આમ કરે તો કેન્દ્ર સરકાર હસ્તક કંઇ જ રહે નહી. આમ ઓથોરિટીએ પોતાના હસ્તક મેનેજમેન્ટ રાખવા એરપોર્ટનો અમુક જ ભાગ મેઇન્ટેન્સ માટે આપવાની જાહેરાત કરી હતી પરંતુ તેમાં કંપનીઓ પાછી પાની કરી રહી છે.