બાળકોને કાઢી મૂકી LC આપી દેતી સ્કૂલોની માન્યતા હવેથી રદ કરાશે

ગુરુવાર, 14 જૂન 2018 (13:07 IST)

Widgets Magazine
school


છેલ્લા કેટલાક સમયથી સ્કૂલો દ્વારા વિવિધ કારણોસર બાળકને કાઢી મુકી અને પ્રવેશ રદ કરી વાલીને એલસી પકડાવી દેવાની ફરિયાદો સામે આવી છે ત્યારે આ મુદ્દે બાળ અધિકાર આયોગને થયેલી ફરિયાદ આયોગે પ્રાથમિક શિક્ષણ વિભાગને આવી સ્કૂલોની માન્યતા રદ કરવા આદેશ કર્યો છે. ફી ન ભરવાથી માડી વિવિધ કારણોસર ઘણી સ્કૂલો ભેદભાવ રાખી અને પૂર્વગ્રહ રાખીને વાલીને જાણ કર્યા વગર એલસી આપી દે છે અને ઘણીવાર તો વાલીને બોલાવ્યા વગર ઘરે જ એલસી મોકલાવી દે છે ત્યારે આયોગના આદેશથી પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને પરિપત્ર કરીને આવી સ્કૂલોની માન્યતા રદ કરવા અંગેનો પરિપત્ર કર્યો છે.આ ઉપરાંત આવી સ્કૂલના ટ્રસ્ટીઓ-સંચાલકો સામે બાળ અધિકારી કાયદા અંતર્ગત ફરિયાદ પણ થશે અને પગલા પણ લેવાશે. ખોટા દસ્તાવેજો આપનારી સ્કૂલોને પણ બોર્ડ નામંજૂર કરશે ગુજરાત શિક્ષણ બોર્ડની આજે મળેલી સામાન્ય સભાની બેઠકમાં કેટલાક સભ્યોએ આડેધડ અપાતી નવી સ્કૂલોની મંજૂરી તેમજ મંજૂરીમાં થતા ગોટાળા અને ગેરરીતિ સહિતની ઉગ્ર ફરિયાદો કરી હતી અને જેને લઈને બેઠકમાં ઉગ્ર ચર્ચા અને બોલાચાલી થઈ હોવાનું પણ જાણવા મળ્યુ છે.સભ્યોના હોબાળને પગલે શિક્ષણ બોર્ડે નિર્ણય કર્યો છે કે જે સ્કૂલોએ ખોટા દસ્તાવેજો રજુ કરીને મંજૂરી મેળવી હશે તે સ્કૂલની તપાસ કરીને તેની મંજૂરી પાછી ખેંચી લેવાશે અને નામંજૂર પણ કરી દેવાશે.તેમજ કડક પગલા લેવાશે.જ્યારે ધો.૧૦ની પરીક્ષા હળવા કરવા સહિતના અનેક પરીક્ષા લક્ષી અને વિદ્યાર્થી લક્ષી પ્રસ્તાવોને બેઠકમાં ઉડાડી દેવાયા હતા અને મંજૂર કરાયા ન હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

દરેક ઘરમાં પાઈપ લાઈન દ્વારા ગેસ આપવામાં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે

ગુજરાત દેશનું પહેલું રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં ઘેર-ઘેર પાઈપ દ્વારા ગેસ પહોંચાડવામાં ...

news

કોલસાનો ઉપયોગ કરી રહેલા મોરબીના સિરામિક એકમોની મુશ્કેલીમાં વધારો

કોલસાનો ઉપયોગ કરી રહેલા મોરબીના સિરામિક એકમોની મુશ્કેલીમાં વધારો થશે. હાઈકોર્ટે આવા ...

news

ભાઈઓએ જમીન પચાવી પાડતાં બહેનનો આત્મવિલોપનનો પ્રયાસ

રાજકોટના કુવાડવા રોડ પર શિવશક્તિ પાર્કમાં રહેતા પ્રેમીબેન નામની મહિલાએ તેમના ભાઇઓ ...

news

સુરતમાં વિદ્યાર્થીની પર શિક્ષકે બળાત્કાર ગુજાર્યો

સુરતમાં ફરીવાર શિક્ષકે વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine