દક્ષિણ ગુજરાતના સરહદી ગામડાઓમાં કરા પડ્યાં

snowfall
Last Modified સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (12:05 IST)

દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્રની હદમાં આવેલા ગામોમાં વહેલી સવારે કમોસમી વરસાદ સાથે જોરદાર કરા પડતાં ખેડૂતોમાં અફરાતફરી મચી ગઈ હતી. શિયાળો પૂરો થવા આવ્યો છે ત્યારે મોસમમાં આ પ્રકારના પરિવર્તનથી ખેડૂતોમાં અને સ્થાનિક લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. વિગતો અનુસાર, ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના ખાનદેશ, મરાઠાવાડા, વિદર્ભ વિસ્તારમાં રવિવારે સવારે 35 થી 40 મિનિટ સુધી કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા.
snowfall

મોસંબી આકારના કરા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રવિવારે અચાનક વાતાવરણમાં પલટો આવવા સાથે ધુલિયા સહિત આજુબાજુના જિલ્લામાં કમોસમી વરસાદ પડવાથી લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદ સાથે કરા પડતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મરાઠાવાડા વિસ્તારના જાલના જિલ્લામાં જમ્મુ અને કાશ્મીર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ જવા પામી હતી.
snowfall

અરબી સમુદ્રમાં નિર્માણ થયેલા લો પ્રેશરના કારણે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. આગામી દિવસોમાં ઉત્તર મહારાષ્ટ્રના નંદુરબાર, ધુલિયા, જલગાંવ જિલ્લામાં પણ વરસાદ સાથે કરા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


આ પણ વાંચો :