હવે બાળકીઓને કરાટેના ક્લાસ પણ કરાવવા પડશેઃ હાર્દિક પટેલ

સોમવાર, 16 એપ્રિલ 2018 (12:33 IST)

Widgets Magazine
news of gujarat


જમ્મુ-કાશ્મીર અને ઉત્તરપ્રદેશમાં બળાત્કારના વિરોધમાં હાર્દિક પટેલની આગેવાનીમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મહિલાઓ સહિત 251 જેટલા યુવાનોએ સાથે કેન્ડલ માર્ચમાં જોડાયા અને બળાત્કારની ઘટનાઓ પ્રત્યે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી લોકોને જાગૃત થવાની અપીલ કરવામાં આવી. મળતી માહિતી મુજબ, દેશમાં નાની બાળાઓ પર થઈ રહેલા બળાત્કારના વિરોધમાં લોકોને જાગૂત કરવાના ઉદ્દેશ્યથી હાર્દિક પટેલની આગેવાનીમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ખોડીયાર માતાના મંદિરેથી બેચી બચાવો ગાર્ડન સુધી રવિવાર રાત્રે 9.30 કલાકે કેન્ડલ માર્ચ રેલી કાઢવામાં આવી જેમાં હાર્દિક પટેલ સાથે 250 જેટલા યુવક-યુવતીઓ જોડાયા હતા.આ રેલી દરમ્યાન હાર્દિક પટેલે બાળાઓ તથા મહિલાઓ પર થતાં બલાત્કાર મામલે સરકાર પ્રહાર કરતા કહ્યું કે, 11 વર્ષની દીકરી સાથે સાત દિવસ સુધી બળાત્કાર કરવામાં આવ્યો તે ખુબ દુખની વાત છે, હું એટલું કહીશ કે દોષીતોને ફાંસીએ ચઢાવવામાં આવે.

તેણે ભાજપ સરકાર પ્ર પ્રહાર કરતા કહ્યું કે, આ બધા વચ્ચે એ વાતનું દુખ થાય છે કે ભાજપે આરોપી ધારાસભ્યને હજુ સુધી સસ્પેન્ડ નથી કર્યો. હાર્દિકે પીએ મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, 56 ઈંચની છાતી વાળા પીએમ નરેન્દ્ર મોદી હજુ આ મુદ્દે કઈ બોલી નથી રહ્યા. હવે દિકરીઓને આ દેશમાં ડાંડીયાના ક્લાસની જગ્યાએ કરાટેના ક્લાસ પણ કરાવવા પડશે, કારણ કે આ લોકો એટલા નપુંસક બનીને સરકારમાં બેઠા છે. રાજ્યમાં રોજે રોજ ચાર-પાંચ બળાત્કારના કિસ્સા સામે આવતા હોય છે, જેમાંથી કેટલીક ઘટનાઓની ફરિયાદ પણ નથી થઈ. તો સરકારને એટલું કહીશ કે, આવા નરાધમો સામે જરૂરી કડક પગલા ભરે. હાર્દિકે અંતમાં કહ્યું કે, આજે અમે અહીં સરકારનો વિરોધ કરવા નથી આવ્યા, પરંતુ દેશના લાખો કરોડો મા-બાપને જગાડવા માટે ભેગા તયા છીએ. કેમ કે સરકાર તમારૂ માનતી નથી, તો પહેલા તમારે જાગૃત થવું પડશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બાળકી કરાટેના ક્લાસ હાર્દિક પટેલ ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર Gujarati News Business News Live News Latest Gujarati News National News Gujarat Gujarat Samachar In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

દેશના વિકાસ મોડેલ વાઇબ્રન્ટ ગુજરાતમાં ૨૦૧૭માં ૪૯૨ બાળકીઓ પર બળાત્કાર થયો

જમ્મુ કાશ્મીરના કઠુઆ,યુપીના ઉન્નાવ અને સુરતમાં બાળકીઓ પર નરાધમોએ પાશવી બળાત્કાર ગુજારી ...

news

સુરત - બાળકી સાથે અત્યાચાર ગુજારનાર નરપિશાચની જાણકારી આપનારને વેપારીઓની ઈનામની જાહેરાત

દેશમાં કઠુઆમાં નાની બાળકી સાથે આચરવામાં આવેલ બર્બરતાને લઈને સમગ્ર દેશ ગુસ્સાથી ભભૂકી ...

news

IPL 2018, CSK vs KXIP: આ ખેલાડીને કોઈ ખરીદવા તૈયાર નહોતુ, ધમાકેદાર રમતથી થઈ રહી છે બોલબાલા

IPL 11માં રવિવરે મોહાલીમાં રમાયેલ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સને 4 રનથી ...

news

ભાગવત બોલ્યા - વિદેશી તાકતોએ તોડ્યુ હતુ રામ મંદિર, જ્યા હતુ ત્યા ફરી બનશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે એકવાર ફરી રામ મંદિર નિર્માણને લઈને મોટુ નિવેદન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine