ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 18 નવેમ્બર 2021 (11:24 IST)

ઘર ઘર દસ્તક અભિયાન હેઠળ આગામી નવ દિવસમાં ઘેર ઘેર જઇને રસી આપવામાં આવશે

Vaccination will be carried out door to door in the next nine days under the door-to-door campaign
ગુજરાતમાં  કોરોનાએ ફરી ટકોરા માર્યા છે જેના પગલે કેસોમાં વધારો નોંધાયો છે. આ જોતા રાજ્ય સરકારએ ઘર ઘર દસ્તક અભિયાન હેઠણ કામ કરવાનુ આયોજન કરાયુ છે. 
દરેક જિલ્લામાં  રસીકરણ માટે 75 ટીમો બનાવવામાં આવશે. દરરોજ 75 ગામડાઓમાં રસી આપવા આયોજન કરાયુ છે. ઘર ઘર દસ્તક અભિયાન હેઠળ આગામી નવ દિવસમાં ઘેર ઘેર જઇને રસી આપવામાં આવશે. 
 
સરકારે એવો દાવો કર્યો છેકે, ગુજરાતમાં કુલ 55 લાખ લોકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો ન હતો તે પૈકી 55 લાખ લોકોને બીજો ડોઝ આપી દેવાયો છે. હજુ 10 લાખ લોકોએ બીજોડોઝ લીધો નથી પરિણામે બાકી રહી ગયેલાં તમામ લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવશે.

એક મહિનો ચાલનારા “હર ઘર દસ્તક” અભિયાનનો હેતુ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લેવામાં સમગ્ર પુખ્તવયની વ્યક્તિઓને આવરી લેવાય એ સુનિશ્ચિત કરવાનો છે અને સાથે જેમને બીજો ડોઝ લેવાનો બાકી છે તેમને રસીનો બીજો ડોઝ લઈ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આરોગ્યકર્મીઓ ભારતભરમાં ઘરે ઘરે જઈને રસી લેવા માટે યોગ્ય લોકોને રસી આપી રહ્યા છે અને તેમાં ખાસ કરીને જ્યાં 50 ટકાથી ઓછો રસી લેવા યોગ્ય પુખ્ત લોકોની સંખ્યા ધરાવતા જિલ્લાઓ પર લક્ષ આપવામાં આવી રહ્યું છે.