રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 22 જાન્યુઆરી 2023 (14:30 IST)

વડોદરા: ગેસ લીકેજ બાદ ભયંકર બ્લાસ્ટ- 3 વર્ષના પુત્રનું મોત, માતાની હાલત ગંભીર

વડોદરા શહેરના ગોત્રી જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં ગઈ સાંજે ગેસ લીકેજ બાદ આગમાં માતા-પુત્ર દાઝ્યાં હતાં. જેમાંથી પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
 
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીના મકાન નંબર બી-18 માં રહેતા પરિવારના સભ્યો ઘર બંધ કરી બહાર ગયા હતા. દરમિયાન સાંજે નયનાબેન બારોટ તેમના ત્રણ વર્ષના પુત્ર દેવાંગને લઇને ઘરે આવ્યાં હતાં અને મકાનનો દરવાજો ખોલી લાઇટની સ્વિચ ચાલુ કરતાં જ પ્રચંડ ધડાકો થયો હતો. તેમજ ઘરમાં આગ લાગી હતી.વડોદરા: ને ગેસ બોટલમાં જોઈન્ટ કરેલી પાઇપ માંથી લીકેજ થયેલો ગેસ ઘરમાં ભરાઈ રહ્યો હતો. સાંજે અંધારું થતાં લાઈટની સ્વીચ પાડતા થયેલા સ્પાર્કના કારણે બ્લાસ્ટ થઈને આગ લાગી હતી