શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 નવેમ્બર 2017 (12:22 IST)

વડોદરાની કોર્ટે ટ્રીપલ તલાક પર સ્ટે આપ્યો, દેશનો પ્રથમ કેસ

ટ્રીપલ તલાકનો મુદ્દો દેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. કોર્ટના ચુકાદા બાદ મહદ અંશે મુસ્લિમ મહિલાઓ ખુશ થઈ હતી પણ વડોદરામાં દેશનો પ્રથમ કિસ્સો બન્યો છે જેમાં કોર્ટે ટ્રીપલ તલાક પર સ્ટે આપ્યો છે. કેસની વિગત પ્રમાણે હબીબા કુરેશીએ વડોદરાની કોર્ટમાં એપ્રિલ 2017માં દાવો દાખલ કરી તેમાં જણાવ્યું હતું કે, તેના પતિ હારૂનરશીદ મહંમદ કુરેશીએ ગુસ્સામાં ત્રણ વખત તલ્લાક કહ્યું હતું અને ત્યાર બાદ રાત્રે તેને બહેનના ઘરે મૂકી ગયા હતા.દાવામાં વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેની સાથે અન્યાય થયો છે અને તલ્લાક તેને મંજૂર નથી. પતિના કૃત્યના કારણે પ્રતિવાદી (પતિ) કે, પછી કોઇ સગા સંબંધી તેને તલ્લાકસુદા સ્ત્રી તરીકે ઓળખ આપે કે, અપાવે નહીં અને તલ્લાકસુદા સ્ત્રી તરીકે તેને જીવન જીવવાની ફરજ પાડે પડાવે નહીં એટલે મનાઇ હુકમની માંગણી કરી હતી.