11 કલાક પછી બેહોશીની હાલતમાં મળ્યા VHP નેતા પ્રવિણ તોગડિયા

અમદાવાદ:, મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (10:08 IST)

Widgets Magazine


VHP અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા અમદાવાદના કોતરપુર વોટર વર્કસ પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા છે.  તેઓને શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.  કોઈ અજાણ્યો શખ્શ તેમને હોસ્પિટલ પર 108 દ્વારા લઈને આવ્યો હતો. ચંદ્રમણી હોસ્પીટલના ડો.અગ્રવાલે જણાવ્યું હતું કે ડો. તોગડીયાને જ્યારે 108  દ્વારા લાવવામાં આવેલ ત્યારે તેમનું બ્લડ સુગર લેવલ બહુજ ઓછુ હતું, પરંતુ અત્યારે તેમની તબિયત સુધારા પર છે.  હોસ્પિટલ બહાર VHP કાર્યકરો અને નેતાઓ નો જમાવડો ભેગો થયો છે  પોલીચે હોસ્પિટલ પરિસરને ઘેરી લીધી  છે અને કોઈને અંદર જવા દેવામાં આવતા નથી.   સવારે તોગડિયા સ્વસ્થ થઈ જાય પછી પોલીસ તેમનું નિવેદન લેશે એમ જાણવા મળી રહ્યું છે.  
 
વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાની જાનને જોખમ હોવાના ઉલ્લેખ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.  પ્રવિણ તોગડિયાના પુત્રએ નિવેદન આપ્યું હતું કે , ઝેડ પ્લસ સુરક્ષા વચ્ચે કોઈ વ્યક્તિ કઈ રીતે ગાયબ થઈ શકે.  આજે સવારથી જ કોઈ ભાળ નહી મળતા ક્રાઈમ બાંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
 
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલના પગલે હોબાળો મચી ગયો હતો. વીએચપીના કાર્યકરોએ સોલા પોલીસ સ્ટેશન અને સોલા રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. ત્યારે સોલા પોલીસે ધરપકડ કે અટકાયત ન કરી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે.કે. ભટ્ટે પત્રકાર પરિષદ બોલાવીને તેઓ ગુમ હોવાનું જણાવ્યું હતું અને આ અંગે તપાસ કરી રહ્યા હોવાનું ઉમેર્યું હતું. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

તોગડિયાની ધરપકડના આક્ષેપ બાદ એસજી હાઈવે પર ચક્કાજામ

આજે વિશ્વહિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાને રાજસ્થાન પોલીસ અને ...

news

રાજસ્થાન પોલીસે કાર્યાલયથી તોગડિયાની ધરપકડ કરી, ગુજરાત પોલીસ પાસે પણ આ અંગે પૂરી વિગતો નથી

આજે વિશ્વહિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાની ધરપકડ કરવા રાજસ્થાન ...

news

વિહિ૫ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.તગડિયાની ધર૫કડ

વિશ્વ હિન્દુ ૫રિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડિયાની રાજસ્થાનમાં પોલીસ દ્વારા ...

news

ગૌચરનો ઉપયોગ કરવાના વિરોધમાં બનાસકાંઠામાં ચિત્રાસણી રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ

રિસોર્ટ માલિક દ્રારા ગૌચર પર દબાણ કરતાં બનાસકાંઠામાં મલાણા નજીક ડીસા-ચિત્રાસણી રોડ પર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine