શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જૂન 2018 (14:00 IST)

લ્યો બોલો, જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં એક ડેલિગેટનો ભાવ એક કરોડ બોલાયો

આજે રાજ્યની 31 જિલ્લા અને 200 તાલુકા પંચાયતોમાં પ્રમુખ સહિતના હોદ્દા માટે ચૂંટણી યોજાવવાની છે. પંચાયતોમાં સત્તા મેળવવા ભાજપ-કોંગ્રેસે મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે. લોકસભા-વિધાનસભાની ચૂંટણીની જેમ પંચાયતોની ચૂંટણીમાં પણ હોર્સટ્રેડિંગ થઇ રહ્યુ છે. જિલ્લા પંચાયતોમાં એક ડેલિગેટનો ભાવ રૂપિયા.૧ કરોડ બોલાયો છે. હાલમાં ૨૩ જિલ્લા પંચાયતો પર કોંગ્રેસનો કબજો છે. જયારે ૮ જીલ્લા પંચાયતો ભાજપ હસ્તક છે. આ સંજોગોમાં કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છેકે,સત્તા હાંસલ કરવા ભાજપે શામ,દામ દંડભેદની નીતિ અખત્યાર કરીને પંચાયતો તોડવા પ્રયાસો કર્યા છે. ગઈકાલે જીલ્લા-તાલુકા પંચાયતોમાં પ્રમુખ,ઉપપ્રમુખના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ભાજપ-કોંગ્રેસે નિરીક્ષકો મોકલીને ચૂંટાયેલા સભ્યોને પક્ષના આદેશ મુજબ ચૂંટણી પ્રક્રિયામાં ફરજિયાતપણે હાજર રહેવા સૂચના આપી છે. અામ છતાં અાજે કોંગ્રેસે 6 જિલ્લા પંચાયત ગુમાવી છે. કોંગ્રેસના બળવાખોરોઅે ભાજપને ટેકો જાહેર કરતાં કોંગ્રેસની નાલેશી સાબિત થઈ છે. પ્રમુખપદ મેળવવા ભાજપ-કોંગ્રેસમાં ય ભારે ખેંચતાણ જામી છે જેના પગલે સભ્યોમાં રિસામણાં-મનામણાંનો દોર શરુ થયો છે. પંચાયતના એક એક સભ્ય પર નજર રાખવામાં આવી રહી છે. રાત્રે ઘણાં સભ્યો પલટો કરી શકે જેના લીધે ઘણી પંચાયતોમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઇ છે. આ કારણોસર જીલ્લા મથકોથી માંડીને ગામડાઓમાં રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે.