શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (15:52 IST)

Pitru Paksha - જાણો શ્રાદ્ધ કર્મ વિધિમાં કાગડાને ભોજન શા માટે કરાવાય છે?

શ્રાદ્ધ કર્મ વિધિ- હિન્દુ ધર્મમાં પિતરોની આત્મિક શાંતિ માટે શ્રાદ્ધ કરવાનો રિવાજ છે. જ્યારે આ શ્રાદ્ધ કર્મ વિધિપૂર્વક કરાય છે ત્યારે  પિતૃની આત્મા શાંત થાય છે. શ્રાદ્ધ કર્મ વિધિમાં કાગડાને ભોજન પિરસાય છે. 
 
શ્રાદ્ધ કર્મ વિધિ મુજબ કાગડાને થાળીમાં ભોજન પિરસાય છે, પણ આ ભોજન કયાં ઉદ્દેશ્યથી પીરસાય છે આ બહુ ઓછા લોકો જાણે  છે.
 
આવો જાણીએ શ્રાદ્ધ કર્મ વિધિમાં કાગડાને ભોજન શા માટે પિરસાય છે. 
આગળ  વાંચો.... 

 
પુરાણ અને ગ્રંથમાં કાગડાને એક ખાસ પંક્ષીના રૂપમાં જણાવ્યું છે . 
 
પ્રાચીન ગ્રંથ અને મહાકાવ્યોમાં આ કાગડા સાથે સંકળાયેલી ઘણી રોચક કથા અને માન્યતા પણ લખેલી છે. પુરાણોમાં પણ કાગડાનું  બહુ મહત્વ જણાવ્યું છે. પુરાણો મુજબ કાગડાનું મોત ક્યારેય પણ રોગી કે વૃદ્ધના રૂપમાં થતુ નથી. કાગડાનું મોત હંમેશા આકસ્મિક  જ હોય છે અને જ્યારે એક કાગડો મરે છે તો તે દિવસે કાગડાના સાથી ભોજન કરતા નથી. 
 
કાગડાની એક ખાસિયત એ છે કે એ ક્યારે પણ એકલો ભોજન કરતો નથી. એ હમેશા તેમના સાથીઓ સાથે મળીને જ ભોજન કરે છે. 
 
આ પક્ષીનું શ્રાદ્ધ કર્મમાં પણ ખાસ મહત્વ હોય છે. શ્રાદ્ધમાં ઘરમાં બનેલા ભોજન અને પકવાન કાઢીને એક થાળીમાં મૂકી આ  કાગડાને પિરસાય છે. 
 
માન્યતા મુજબ આ પક્ષી યમરાજનો દૂત હોય છે.  જે શ્રાદ્ધમાં આવીને અન્નની થાળી જોઈ યમલોક જઈને આપણા પિતૃને શ્રાદ્ધમાં  પિરસાયેલા ભોજનની માત્રા અને ખાવાની વસ્તુ જોઈને તેના ઉપરથી આપણા જીવનની આર્થિક સ્થિતિ અને સંપન્નતાને જણાવે છે. 
જેને જાણીને પિતૃને સંતુષ્ટિ થાય છે અને તેમની આત્માને શાંતિ મળે છે. 
 
પોતાના વંશજના ખાનપાન જોઈને પિતૃઓને વર્તમાન પેઢીના સુખી જીવનનો આભાસ થાય છે. જેને સાંભળીને પિતૃ સંતુષ્ટ અને  ખુશ થાય છે. તેથી શ્રાદ્ધ કર્મ વિધિમાં કાગડાને ભોજન આપવામાં આવે છે.