શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By

મીઠાઈમાં બનાવો કઈક ખાસ આ રીતે બનાવો ચમચમ

સામગ્રી - 500 ગ્રામ માવો, 200 ગ્રામ દળેલી ખાંડ, 8-9 કેસરના રેસા, અડધો કપ નારિયળનુ છીણ.
સજાવવા માટે - 1 મોટી ચમચી ઝીણી કતરેલી પિસ્તા 
 
બનાવવાની રીત - કેસરને એક નાની ચમચી પાણીમાં પલાળીને ઘૂંટી લો. માવાને થોડો સેકી લો. ઠંડો થયા પછી હાથથી મેશ કરીને ચીકણો કરો. તેમા દળેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો. હવે આ માવામાંથી 1/4 ભાગ જુદો કાઢી મૂકો. અને તેમા કેસર મિક્સ કરો જેથી પીળા રંગનો થઈ જાય. આ મિશ્રણના નાના નાના બોલ બનાવી લો. 
 
બાકીના સફેદ ભાગની ગોલ ચમચમ બનાવી લો. તેને આંગળીથી દબાવીને તેમા પીળા બોલ મૂકો અને હળવેથી બંધ કરો. 
 
આ રીતે બધા ચમચમ બનાવી લો. એક પ્લેટમાં નારિયળનુ છીણ ફેલાવો અને તેમા ચમચમ રગદોળી દો. પીરસતી વખત ઉપરથી પિસ્તા ભભરાવો.