1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Modified: ગુરુવાર, 13 મે 2021 (13:03 IST)

Eid 2021 Recipe - ઈદ પર બનાવો પરંપરાગત જર્દા પુલાવ, જાણો સહેલી રેસીપી

Eid 2021 Recipe
ઈદ આવી રહી છે અને આ પ્રસંગે અમે તમને બતાવી રહ્યા છીએ જર્દા પુલાવ બનાવવાની સહેલી રેસીપી, જર્દા એક હૈદરાબાદી મીઠાઈ છે જે ઈદના દિવસે વિશેષરૂપે  બનાવવામાં આવે છે, આ મીઠાઈ મુસ્લિમ લોકો લગ્ન પ્રસંગે પણ બનાવે છે. આ એક ડ્રાય ફ્રુટ્સ. કેસર અને માવા સાથે ગાર્નિશ કરાયેલો મીઠો ભાત છે.  ઈદના વિશેષ પ્રસંગે તમે પરિવાર સાથે પણ આ રેસીપી ખાઈ શકો છો અને ઈદની શુભેચ્છા પાઠવી શકો છો. જો તમે ઈદના વિશેષ પ્રસંગે કંઇક નવું અજમાવવા માંગતા હોય તો આ તમારા માટે શ્રેષ્ઠ રેસીપી છે. આવો જાણીએ ઘરે કેવી રીતે બનાવશો જર્દા પુલાવ 
 
જર્દા પુલાવ માટે સામગ્રી 
 
1 ચપટી કેસર-પલાળેલુ 
કિસમિસ 1/4 કપ 
5 લીલી ઈલાયચી 
2 ઇંચ તજ
4 ચમચી ઘી
1 ચમચી લીંબુનો રસ
3 કપ પાણી
1 કપ ખાંડ
કાજુ  1/4 કપ
2 ચમચી સમારેલુ  નાળિયેર
3-4-. લવિંગ
1 - તમાલપત્ર 
100 ગ્રામ છીણેલો માવો 
1/4 ચમચી ખાવાનો રંગ
 
આ રીતે બનાવો જર્દા પુલાવ - એક મોટા તળિયાના પેનમાં પાણી નાખીને ઉકાળો. ત્યારબાદ તેમા પલાળેલા ચોખા, ઈલાયચી, લવિંગ, તજ નાખો. તેને ત્યા સુધી પકવો જ્યા સુધી ભાત 80 ટકા સુધી બફાય ન જાય. ત્યારબાદ તેને થોડીવારમાં પ્લેટમાં પલટાવીને ઠંડા થવઆ દો. હવે એક બીજી કઢાઈ કે પેનમાં ઘી કે માખણ ગરમ કરો.  ગરમ થયા પછી તેમા નારિયળ, કાજુ અને કિશમિશ નાખીને સાધારણ સોનેરી રંગ થતા સુધી સેકો. તાપ ધીમો રાખો. હવે તેમા ખાંડ અને કેસરનુ પાણી નાખો. ખાંડને સારી રીતે ઓગળતા સુધી પકવો. હવે તેમા થોડો ફુડ કલર અને લીંબુનો રસ નાખો અને 2-3 મિનિટ સીઝવા દો.