શનિવાર, 23 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2017 (16:11 IST)

તુલસીના પાન અને 5 રૂપિયાના સિક્કો, બદલી નાખશે તમારુ સૂતેલુ ભાગ્ય

શાસ્ત્રોમાં વર્ણન કર્યુ છે કે નકારાત્મક ઉર્જા વ્યક્તિના વિકાસમાં અવરોધ ઉભો કરે છે. વ્યક્તિ સતત પ્રયાસો છતા પણ સફળતા અને ખુશી નથી પ્રાપ્ત કરી શકતો. જેટલી તેની ઈચ્છા હોય છે.  તેથી આ જરૂરી છે કે તમારા પ્રયાસો અને પરિશ્રમ સાથે જ તમે નકારાત્મક ઉર્જાથી પૂર્ણ: દૂર રહો.  કે પછી તેનાથી બચવાનો પ્રયાસ કરો. 
 
 
જો કે નકારાત્મક ઉર્જાથી સંપૂર્ણ રીતે બચવુ મુશ્કેલ  હોય છે પણ શક્ય છે કે મોટે ભાગે આનાથી બચી શકાય. નકારાત્મક ઉર્જા એક રીતે એ જ વિનાશ છે જે ખરાબ પરિસ્થિતિયો કે દુર્ભાગ્ય સાથે મનુષ્યને જોડે છે. શાસ્ત્રોમાં આ નકારાત્મક ઉર્જાઓથી બચવા માટે કેટલાક ઉપાયોની ચર્ચા કરવામાં આવી છે. જ્યારે તમે અચાનક એ અનુભવ કરો કે સફળતાના રસ્તામાં વારેઘડી અવરોધ આવી રહ્યો છે સાથે જ કોઈ ને કોઈ સમસ્યા તમારા કામમાં બાધક બની રહી છે તો તમે શાસ્ત્રોમાં બતાવેલ ઉપાયોને અપનાવીને બધા પ્રકારની નકારાત્મકતા પર વિજય પ્રાપ્ત કરી શકો છો.. આ ઉપાયોમાંથી એક છે તુલસીના પાન અને પાંચ રૂપિયાના સિક્કાની સાથે કરવામાં આવેલ આ પ્રયોગ.. 
 
તમારે આ કરવાનુ છે 
 
5 રૂપિયાના સિક્કાને પાણી અને સાબુની મદદથી સારી રીતે ધોઈને સાફ કરો. ત્યારબાદ તુલસીના 11 પાન અને લીલા રંગનુ સ્વચ્છ કપડુ લો. હવે 5 રૂપિયાના સિક્કાની બંને બાજુ 5-5 તુલસીના પાન મુકીને તેને એક દોરાથી બાંધી લો. તેને કોઈ પોટલીની જેમ દેખાય તેવી ગાંઠ બાંધી લો..  આ પોટલી તમે પાણીની ટાંકીમાં નાખી દો. જ્યાથી ન્હાવાનુ પાણી આવે છે. આ પાણીથી રોજ સ્નાન કરવાથી પરિવારના બધા સભ્યો નકારાત્મક ઉર્જાથી દૂર રહે છે. સાથે જ ઘીરે ઘીરે ઘરના બધા સભ્યોને સફળતા મળે છે અને પરિવારમાં સુખ અને શાંતિનુ આગમન થાય છે. 
 
જો તમે આ પ્રક્રિયાને નથી કરી શકતા તો આ ઉપાયને તમે કોઈ ડોલમાં પાણી ભરીને પણ કરી શકો છો. આ માટે તમે રાત્રે પાણીથી ભરેલી ડોલમાં આ પોટલી નાખો. સવારે તેમાથી થોડુ થોડુ પાણી દરેક સભ્યના ન્હાવાના પાણીમાં મિક્સ કરીને સ્નાન કરો