બજેટ 2018 - આ નાણાકીય મંત્રીએ સૌથી વધુ વખત બજેટ રજુ કર્યુ, ફેક્ટરીમાં આજે પણ ચાલે છે તેમણે બનાવેલ કાયદો

નવી દિલ્હી, શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (17:17 IST)

Widgets Magazine
morarji desai

. દેશની ઈકોનોમીને ચલાવવાની જવાબદારી નાણાકીય મંત્રીના હાથમાં હોય છે.  નાણાકીય મંત્રી બજેટના રૂપમાં આખા વર્ષ માટે સરકારની કમાણી અને ખર્ચની વિગત દેશની સામે મુકે છે. આઝાદી પછી દેશમાં અનેક એવા નાણામંત્રી થયા જેમણે બજેટ દ્વારા અનેક મોટા રિફોર્મ્સ કર્યા. જે સામાન્ય માણસની સાથે સાથે ઈંડસ્ટ્રી માટે પણ લાભકારી સાબિત થયા. આ નાણાકીય મંત્રીઓમાં મોરારજી દેસાઈના નામનો પણ સમાવેશ છે. 
 
દેસાઈના નામે સૌથી વધુ વખત બજેટ રજુ કરવાનો પણ રેકોર્ડ છે. તેમણે 10 વખત દેશનુ બજેટ રજુ કર્યુ છે. મોરારજી દેસાઈએ આઠ વર્ષ બજેટ અને બે ઈંટરિમ બજેટ રજુ કર્યા. નાણકીય મંત્રીના રૂપમાં પોતાના પ્રથમ ગાળામાં તેમણે પાંચ રેગ્યુલર બજેટ  1959-60 થી 1963-64 અને એક ઈટરિમ બજેટ 1962-63 રજુ કર્યુ. 
 
નાણાકીય મંત્રીના બીજા સેશનમાં તેમણે 1967-68 થી 1969-70 ના રેગ્યુલર બજેટ અને એક ઈંટરિમ બજેટ 1967-68 રજુ કરવામાં આવ્યુ હતુ.   આ ચારેય ઈંટરિમ બજેટ દરમિયાન મોરારજી દેસાઈ નાણાકીય મંત્રી ઉપરાંત ઈદિરા ગાંધીની કેબિનેટમાં ડિપ્ટી પ્રાઈમ મિનિસ્ટર પણ હતા. 
budget
 
દેસાઈના બજેટે બદલી દેશની તસ્વીર 
 
મોરારજી રણછોડજી દેસાઈએ નાણામંત્રીના રૂપમાં બીજા ગાળામાં 29 ફેબ્રુઆરી 1968ના રોજ બજેટ રજુ કર્યુ. આ બજેટમાં તેમણે ઈંડસ્ટ્રી માટે સૌથી મહત્વનો નિર્ણય મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ મતલબ ફેક્ટરી ગેટ પર એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અસેસમેંટ કરાવવા અને સ્ટોપની અનિવાર્યતા ખતમ કરવાનો લીધો.  બજેટમાં તેમણે એલાન કર્યુ કે મેન્યુફેક્ચર્સ માટે સેલ્ફ અસેસમેંટની સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. એક્સાઈઝ ડ્યૂટી માટે સેલ્ફ અસેસમેંટની આ સિસ્ટમ હજુ પણ ચાલી રહી છે. દેસાઈના આ એલાનથી મૈન્યુફેક્ચર્સને હિમંત મળી. જે આગળ જઈને ભારતના વિકાસ માટે સારુ પગલુ સાબિત થઈ. 
 
પોતાના જનમદિવસ પર રજુ કર્યુ બજેટ 
 
મોરારજી દેસાઈએ પોતાના જનમદિન(29 ફેબ્રુઆરી) ના દિવસે બે વાર બજેટ રજુ કર્યુ. પહેલીવાર 1964ના રોજ અને બીજીવાર 1968ના રોજ.  જનમદિવસ પર બજેટ રજુ કરવાને કારણે તેમના બજેટને બર્થડે બજેટ પણ કહે છે. આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

કોર્પોરેશન બજેટ 2018 : થ્રી લેયર બ્રિજથી અમદાવાદ બનશે સ્માર્ટ સિટી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 6500 કરોડ રુપિયાનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ થઈ ગયું છે. ...

news

પાકિસ્તાન મરીને ઓખાની ચાર બોટ અને ર૬ માછીમારોનું કર્યું અપહરણ

ભારતીય જળસીમા નજીક આઈ.એમ.બી.એલ. પાસેથી પાકિસ્તાન મરીન સિકયોરીટી દ્વારા ઓખાની ચાર ભારતીય ...

news

બજેટ 2018 - 3 હજાર રેલવે સ્ટેશન પર લાગી શકે છે એસ્કલેટર, 1 હજારમાં લિફ્ટ

રેલ મુસાફરોની સુવિદ્યાઓ પર બજેટમાં વિશેષ ધ્યાન આપી શકાય છે. આશા છે કે આ બજેટ-2018માં 3400 ...

news

GST કાઉન્સિલની બેઠક - 29 વસ્તુઓ પર જીએસટી 0 ટકા, 49 વસ્તુઓ પર જીએસટી ઘટાડો કરવાનો નિર્ણય

જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં 68 વસ્તુઓ સસ્તી કરવાનો નિર્ણય લેવાયો છે બેઠકમાં 29 ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine