સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2018-19
Written By
Last Modified: બુધવાર, 24 જાન્યુઆરી 2018 (16:56 IST)

Budget 2018: જાણો શુ હોય છે કોર્પોરેટ ટેક્સ (corporate tax)

એક ફેબ્રુઆરીના રોજ નાણાકીય મંત્રી અરુણ જેટલી સામાન્ય બજેટ રજુ કરશે. બજેટની વાત દરમિયાન કોર્પોરેટ ટેક્સની પણ ચર્ચા થાય છે. 
 
કોપોરેટ ટેક્સ કંપનીઓ પર લગાવવામાં આવે છે. આ કોઈપણ પ્રાઈવેટ, લિમિટેડ, લિસ્ટેડ અને અનલિસ્ટેડ બધા પ્રકારની કંપનીઓપર લગાવવામાં આવે છે. 
 
કંપનીઓની જે પણ આવક થાય છે કોર્પોરેટ ટેક્સ તેના પર જ લાગે છે. કોર્પોરેટ ટેક્સ સરકારના દરેક વર્ષના રેવન્યુનુ એક મુખ્ય દ્વાર છે. 
 
GST લાગૂ થયા પછીનું પ્રથમ બજેટ 
 
ગયા વર્ષે ગુડ્સ એંડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના લાગૂ થયા પછી આ બજેટ પ્રથમ સામાન્ય બજેટ હશે. બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારનુ આ પાંચમુ બજેટ રહેશે.