વાસ્તુ ટિપ્સ - બાથરૂમ સાથે જોડાયેલ આ ઉપાયો કરશો તો સુધરી જશે આર્થિક સ્થિતિ...

શનિવાર, 11 નવેમ્બર 2017 (12:53 IST)

Widgets Magazine
bathroom

આમ તો વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ બંને પ્રાચીન ગ્રંથોમાં ઘરની અંદર ટોયલેટને નિષેધ માનવામાં આવ્યુ છે. જ્યારે કે બાથરૂમનુ ઘરની અંદર હોવુ શુભ માનવામાં આવે છે.  પણ આજની જીવનશૈલીમાં નાનકડા મકાનમાં ટોયલેટ અને બાથરૂમ એકમાં જ હોય છે અને એ પણ એકથી વધુ.. આવામાં ટોયલેટ, બાથરૂમ બનાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન જરૂર રાખો. 
 
1. દિશા જ્ઞાન જરુરી - કોઈપણ મકાનમાં ટોયલેટ ઈશાન ખૂણાને છોડીને ક્યાય  પણ બનાવી શકાય છે. ઈશાન કોણમાં ટોયલેટ બનાવવાથી સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ અને આર્થિક કષ્ટ થવાની શક્યતા છે.  નહાવા માટે બાથરૂમ બનાવવાનું સૌથી સારુ સ્થાન ઉત્તર કે પૂર્વ દિશા હોય છે. જરૂર પડતા બાકી દિશાઓમાં પણ બનાવી શકાય છે જ્યા પાણીનો નળ અને શાવર ઉત્તર કે પૂર્વ દિશમાં લગાવો. 
 
2.  પાણીનુ વહેણ - ધ્યાન રાખો કે બાથરૂમમાં પાણીનુ વહેણ ઉત્તર દિશાની તરફ હોવુ જોઈએ. જો શક્ય હોય તો બાથરૂમ ઘરના નૈઋત્ય ખૂણામાં બનાવવું જોઈએ. જો આ શક્ય ન હોય તો વાયવ્ય ખૂણા (ઉત્તર પશ્ચિમ દિશા)માં પણ બાથરૂમ બનાવી શકાય છે. 
 
3 . ભૂરા રંગનું બકેટ(ડોલ) - વાસ્તુ મુજબ બાથરૂમમાં ભૂરા રંગનું બકેટ રાખવુ શુભ માનવામાં આવે છે. આ વાતનુ પણ ધ્યાન રાખો કે બાથરૂમમાં રાખેલ બકેટ હંમેશા સ્વચ્છ પાણીથી ભરેલી રહે.  આવુ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે. 
 
4. બાથરૂમનો દરવાજો  - જો બાથરૂમનો દરવાજો બેડરૂમમાં ખુલે છે તો તેને કાયમ બંધ રાખવો જોઈએ. આમ તો બેડરૂમમાં બાથરૂમ ન હોવુ જોઈએ. પણ આવુ છે તો બાથરૂમનો દરવાજા પર પડદાં પણ લગાડવા જોઈએ. બેડરૂમ અને બાથરૂમની ઉર્જાનુ પરસ્પર અદાન પ્રદાન આપણા સ્વાસ્થ્ય માટે સારુ નથી હોતુ. 
 
5. ક્યા શુ મુકશો  - ગીઝર વગેરે વિદ્યુત ઉપકરણ અગ્નિ સાથે સંબંધિત છે. તેથી તેમને બાથરૂમના અગ્નિ ખૂણામાં (દક્ષિણ-પૂર્વ દિશામાં) લગાવો. બાથરૂમમાં એક મોટી બારી અને એક્ઝોસ્ટ ફેન માટે જુદુ જાળિયુ હોવુ જોઈએ. બાથરૂમમાં તેલ, સાબુ, શેમ્પુ, બ્રશ વગેરે મુકવા માટે કબાટ બાથરૂમની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં બનાવવુ જોઈએ. સાથે જ બાથરૂમમાં ક્યારેક ડાર્ક રંગની ટાઈલ્સ ન લગાવશો. હંમેશા બ્રાઈટ રંગની ટાઈલ્સનો ઉપયોગ કરો. 
 
6. પાણીની બરબાદી રોકો - ઘરમાં પાણીનો અપવ્યય અનેક રીતે વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. તેથી પાણી બરબાદ થતુ રોકવુ જોઈએ. સતત ટપકતા નળને તરત જ ઠીક કરાવવા જોઈએ.   પાણીની ટાંકી રિપેયર અને નિયમિત રૂપે સાફ સફાઈ કરાવો. આવુ કરવાથી ઘર અને પરિવારના સભ્યોની આર્થિક પરેશાની આપમેળે જ દૂર થઈ જશે.  Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
.

Loading comments ...

વાસ્તુ

news

આ વાસ્તુ ટિપ્સને અપનાવો અને જીવન સફળ બનાવો

જો તમે તમારા ઘરની આસપાસના વાસ્તુદોષને દૂર કરી નવા વર્ષ 2017માં આગળ વધશો તો વધુ પરિણામ અને ...

news

ભૂલીને પણ સવારે ઉઠીને નહી જોવી જોઈએ આ 4 વસ્તુઓ થશે ભારે નુકશાન

ભૂલીને પણ સવારે ઉઠીને નહી જોવી જોઈએ આ 4 વસ્તુઓ થશે ભારે નુકશાન

news

Vastu dosh: શ્રીગણેશ દૂર કરશે ઘરમાં છિપાયેલા વાસ્તુદોષ

ભગવાન શ્રીગણેશ મંગળકારી દેવતા છે. જ્યાં શ્રીગણેશના દરરોજ પૂજન અર્ચન હોય છે ત્યાં ...

news

વાસ્તુ શાસ્ત્ર - કાચબાવાળી અંગૂઠી પહેરવાના આ છે ફાયદા..

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રત્નવાળી અંગૂઠી કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધ રાખે છે. આજકાલ લોકો ...

Widgets Magazine