વાસ્તુ ટિપ્સ - ઘરમાં તિજોરી હોય તો ધ્યાન રાખવી જોઈએ આ વાતો

શનિવાર, 17 માર્ચ 2018 (12:35 IST)

Widgets Magazine
vastu and almirah

પહેલાના સમયમાં ધન ઘરેણાં વગેરે મૂલ્યવાન વસ્તુઓ મુકવા માટે ઘરમાં તિજોઈ બનાવાય છે. બદલાતા સમય સાથે આ પરંપરામાં પણ પરિવર્તન આવી છે. કારણ કે હવે પૈસા, ઘરેણાં વગેરે બેંકમાં મુકવામાં આવે છે. પણ જો વર્તમાન સમયમાં ઘરમાં તિજોરી કે લૉકર બનાવાય તો કેટલીક વાતોનું ધ્યાન જરૂર રાખવુ જોઈએ જેવી કે તિજોરી ક્યા મુકશો. તિજોરીમાં શુ મુકશો વગેરે... જાણો તિજોરી સાથે જોડાય્લ કેટલીક વિશેષ વાતો 
 
1. વાસ્તુ મુજબ ધનના દેવતા કુબેરનો વાસ ઉત્તર દિશામાં હોય છે. તેથી તિજોરી ઉત્તર દિશામાં મુકવી શુભ હોય છે. 
2. જો ઉત્તર દિશામાં તિજોરી મુકવુ શક્ય ન હોય તો ઈશાન કે પૂર્વ દિશામાં પણ તિજોરી મુકી શકાય છે. 
3.  ગલ્લો કે તિજોરીમાં કુબેર યંત્ર મુકવુ જોઈએ. જેનાથી તમારા વેપાર વ્યવસાયમાં સતત ઉન્નતિ થતી રહે.  
4. તિજોરી જ્યા સુધી શક્ય હોય તો એવા સ્થાન પર મુકો જ્યા કોઈ સહેલાઈથી તેને જોઈ ન શકે. તિજોરી સાથે સંબંધિત માહિતી ઘરના ખાસ લોકોને જ હોય અન્ય લોકોને નહી. 
5. કોર્ટ સંબંધી કાગળો ક્યારેય પણ રોકડ કે ઘરેણાં સાથે ન મુકવા જોઈએ. તેનાથી નુકશાન થઈ શકે છે. 
6. તિજોરી ક્યારેય ખાલી ન મુકશો. તેમા કંઈક ને કંઈક કાયમ રહેવુ જોઈએ જેથી તેની સાર્થકતા કાયમ રહે. 
7. પૂજા ઘરમાં મૂર્તિની નીચે ક્યારેય તિજોરી-ગલ્લો પૈસા ન મુકવા જોઈએ. નહી તો તમારુ ધ્યાન કાયમ ધન પર રહેશે અને ભગવાનની ભક્તિમાં તમારુ મન નહી લાગે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વાસ્તુ

news

Vastu Tips - સૂતી વખતે આ વાતોનુ રાખશો ધ્યાન તો નસીબ બદલાય જશે

ચેનથી ઉંઘવુ દરેકની ઈચ્છા હોય છે. સામાન્ય રીતે આપણે સારી ઉંઘ માટે સામાન્ય ઉપાય અપનાવીએ જ ...

news

વાસ્તુ ટિપ્સ - તમારા ઘરનુ વાતાવરણ બદલી નાખશે આ નાનકડો ઉપાય

નિયમિત રૂપથી સવાર સાંજ દીવો પ્રગટાવવાથી ઘર અને વેપાર સ્થાનમાં સકારાત્મક ઉર્જા સક્રિય રહે ...

news

વાસ્તુપુરૂષ - ભગવાનની મૂર્તિ કે ફોટો ઘરમાં કયા સ્થાન પર મુકવો જોઈએ

વાસ્તુ મુજબ આપણું આખુ ઘર વાસ્તુ પુરૂષ મુજબ હોવુ જોઈએ. જો ઘર વાસ્તુપુરૂષના અનુરૂપ નથી હોતુ ...

news

વાસ્તુ : ગૃહપ્રવેશ સમયે કળશ કેમ મુકવો જોઈએ ?

ધર્મ, આસ્થામાં માનતો સામાન્ય વ્યક્તિ હોય કે પછી સાયન્સ સાથે સીધો જોડાયેલો તબીબ કક્ષાનો ...

Widgets Magazine