શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી , બુધવાર, 4 માર્ચ 2015 (12:38 IST)

આ છે મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રીની પ્રથમ તસ્વીર

ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈંડિયા પોતાના મિશન વર્લ્ડ કપ હેઠળ અત્યાર સુધી સતત જીત મેળવી રહી છે. બીજી બાજુ તેમની પત્ની સાક્ષી ધોની પર નવજાત બાળકીની દેખરેખની જવાબદારી છે. 

ફોટો સૌજન્ય - ટ્વિટર 
 
સાક્ષીએ પોતાની પુત્રીની પ્રથમ તસ્વીર ટ્વિટર પર રજુ કરી છે. યૂઝર હેંડલ @SaakshiRawat દ્વારા સાક્ષી ધોનીએ પોતાની પુત્રીની તસ્વીર શેર કરી. જેમા તેણે પોતાની પુત્રી જીવાનો હાથ પકડ્યો છે. 
 
તસ્વીરમાં ફક્ત જીવાના હાથની આંગળીઓ જ જોવા મળી રહી છે. 6 ફેબ્રુઆરીના રોજ સાક્ષી ધોનીએ ગુડગાવના એક હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તેણે ટ્વિટર માધ્યમથી જ પોતાની પુત્રીનુ નામ જીવા મુકવાની માહિતી આપી હતી.