બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: વેલિંગટન. , મંગળવાર, 17 માર્ચ 2015 (16:05 IST)

એક ભારતીય પ્રશંસક કેમ ઈચ્છે છે કે વર્લ્ડકપ ન્યુઝીલેંડ જીતે ?

પૈસાથી બધુ ખરીદી શકાય છે અને આ એક વાર ફરી સાબિત થયુ જ્યારે ભારતના એક મોટા સમર્થકને વિશ્વ કપ જીતવા માટે ન્યુઝીલેંડને પ્રોત્સાહન કરતો જોવામાં આવ્યો.  એક અંગ્રેજી છાપા મુજબ ભારતમાં જન્મેલ 24 વર્ષીય અરુણ ભારદ્વાજ ઈચ્છે છે ક ન્યુઝીલેંડ વર્લ્ડ કપ જીતે.  જેની પાછળ કારણ એ છે કે અરુણે ભારત અને ઝિમ્બાબવેના વચ્ચે રમાયેલ વિશ્વકપના પુલ બી મેચ દરમિયાન શનિવારે ઓકલેંડે ઈડન પાર્કમાં એક હાથથી કેચ અપાવનાર પકડ્યો. અને તે ટ્રઈ કૈચ એ મિલિયનમાં આવુ કરનારો છઠ્ઠો વ્યક્તિ છે.  અરુણ હવે બાકીના પાંચ વ્યક્તિઓ સાથે 350000 ન્યુઝીલેંડ ડોલર લગભગ 260000 અમેરિકી ડોલરની ઈનામી રકમ વહેચશે. 
 
આ ઈનામી રકમ ન્યુઝીલેંડ ક્વાર્ટર ફાઈનલ મેચ જીતવા પર પાંચ લાખ, સેમીફાઈનલ જીતતા 750000 અને વિશ્વ કપ જીતવા પર 10 લાખ ન્યુઝીલેંડ ડોલર થઈ જશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રશંસકોને ટ્રઈ 2015 ટ્રઈ કેચ એ મિલિયન ટીશર્ટ પહેરીને મેદાન પર આવવાનુ છે અને એક સાથે કેચ પડકવાનો છે. સાત વર્ષ પહેલા ભારતથી ઓકલેંડ આવેલ અરુણે ખ્યુ કે તે આ પૈસાથી પોતાનો વ્યવસાયસ શરૂ કરવા માંગે છે અને તેઓ ખૂબ રોમાંચિત છે.