કેપ્ટન વિરાટ કોહલીનો દોહરો શતક, 5000રન પૂર્ણ કર્યા
શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયાના ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બેવડી સદી ફટકારી દીધી છે. આ તેની બીજી સતત બેવડી સદી છે. તેમણે નાગપુર ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી હતી. સતત 2 ટેસ્ટ મેચમાં બે બેવડી સદી ફટકારનાર તેઓ બીજા ભારતીય બન્યા છે. તે પહેલાં વિરાટની કોહલીની છટ્ઠી બેવડી સદી છે અને કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયા છે. પાછલી ટેસ્ટમાં તેમણે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાની બરાબરી કરી હતી.
ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરના 5000રન પૂર્ણ કર્યા હતા. તે પહેલાં વિરાટ એ શનિવારના રોજ ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન પૂરા કર્યા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 16000 રન બનાવનાર ખેલાડી બની ગયા. વિરાટ 63 ટેસ્ટ મેચોમાં 20 સદી અને 13 અડધી સદી ફટકારી છે. જ્યારે તેમની સરેરાશ 52થી વધુની છે. વન ડે ક્રિકેટમાં વિરાટ એ 202 મેચમાં 9030 રન બનાવી લીધા છે, જેમાં 32 સેંચુરી અને 45 હાફ સેંચુરી સામેલ છે.કોહલી આ સિદ્ધી મેળવનારો વિરાટ કોહલી આ 11મો ભારતીય બેટ્સમેન છે.