લોકસભા ચૂંટણી પાંચમુ ચરણ : ગોવા, ત્રિપુરા,સિક્કિમ અને અસમમાં આજે ચૂંટણી

voting
Last Updated: શનિવાર, 12 એપ્રિલ 2014 (11:03 IST)

લોકસભા ચૂંટણીના પાંચમા ચરણ હેઠળ ગોવા, ત્રિપુરા,સિક્કિમ અને અસમમાં આજે ચૂંટણી યોજાય રહી છે. ગોવામાં બે લોકસભા સીટો, ત્રિપુરામાં એક સીટ ત્રિપુરા ઈસ્ટ, અસમમાં ત્રણ લોકસભા સીટ અને સિક્કિમમાં એકમાત્ર લોકસભા સીટ સાથે જ ત્યાની વિધાનસભા માટે પણ વોટ નાખવામાં આવી રહ્યા છે. અહી વિધાનસભાની કુલ 32 સીટો છે.

ગોવા - ગોવામાં બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય હરીફાઈ યોજાય રહી છે. બંને લોકસભા સીટોના કુલ 1624 મતદાન કેન્દ્રોમાં સવારે 7 વાગ્યે મતદાન શરૂ થશે. શરૂઆતના એક કલાક દરમિયાન મતદાન વિધિ ખૂબ જ ધીમી હતેી ઉત્તરી ગોવા અને દક્ષિણી ગોવા લોકસભા સીટો પર કુલ 10,60,777 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં મહિલા મતદાતાઓની સંખ્યા પુરૂષ મતદાતાઓની તુલનામાં વધુ છે. મહિલા મતદાતા 5,32,469 છે અને પુરૂષ મતદાતા 5,28,308 છે.


અસમ - અસમમાં બીજા ચરણનું મતદાન શરૂ થઈ ગયુ છે. ત્રણ લોકસભા સીટો માટે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થઈ ગયુ. મતદાન ઓટોનોમસ ડિસ્ટિક્ટના હેઠલ આવનારા કારબી અંગલોગ અને દીમા હસાઓ જીલ્લા કરીમગંજ અને સિલ્ચરમાં થઈ રહ્યુ છે.
કરીમગંજ અને સિલચર બરાક ઘાટીમાં આવે છે. ત્રણેય ચૂંટણી ક્ષેત્રોમાં કુલ
29,26,762 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમા 15,26,082 પુરૂષ, 14,00,594 મહિલાઓ અને 86 અન્ય મતદાતા છે.

સિક્કિમ - સિક્કિમમાં આજે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે એક સાથે મતદાન શરૂ થઈ ગયુ જેમા 1,79,650 મહિલાઓ સહિત કુલ 3,70,731 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. હિમાલયના ખોળામાં વસેલ આ શાંતિપૂર્ણ રાજ્યમાં ચૂંટણી દરમિયાન સુરક્ષા માટે 3500 પોલીસ કર્મચારીઓ અને પશ્ચિમ બંગાળ પોલીસની 15 કંપનીઓ ગોઠવવામાં આવી છે. રાજ્યમાં એકમાત્ર લોકસભા સીટ અને 32 વિધાનસભા સીટ માટે મતદાન થઈ રહ્યુ છે.

ત્રિપુરા - ત્રિપુરા ઈસ્ટ સીટ પર ચુસ્ત વ્યવસ્થા વચ્ચે આજે સવારથી મતદાન શરૂ થઈ ગયુ છે. આ અનુસૂચિત સીટ પર માકપા, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપી વચ્ચે બહુકોણીય હરીફાઈ છે. આ ચૂંટણીમાં 12 ઉમેદવારો મેદાનમાં છે જેમા માકપા તરફથી રાજ્યના ઉદ્યોગ મંત્રી જીતેન્દ્ર ચૌધરી કોંગ્રેઅના સચિત્ર દેવબર્મા બીજેપીના પારક્ષિત દેબબર્મા અને તૃણમૂલ કોંગ્રેસના ભૃગુરામ રિયાંગનો સમાવેશ છે. 1952થી 2009 દરમિયાન થયેલ 15 લોકસભા ચૂંટણીમાં માકપાને 11 વાર જીત મળી ચુકી છે. અ ને 1996થી આ સીટ પર સતત તેમનો જ કબ્જો છે. આ સીટ પર કુલ મતદાતા 11,38,765 છે જેમાં 5,80,497 પુરૂષ મતદાતા છે. અહી કુલ 1490 મતદાન કેન્દ્ર છે જેમા 18 અતિ સંવેદનશીલ અને 400થી વધુ કેન્દ્ર સંવેદનશીલ છે.


આ પણ વાંચો :