રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 16 એપ્રિલ 2021 (16:59 IST)

Coronavirus Second Wave- કોરોનાની બીજી લહેરમાં એક વર્ષથી નાના બાળક પણ ચપેટમાં રાખો આ વાતોંનું ધ્યાન

કોરોનાની બીજી લહેર પહેલી કહેરથી ખતરનાક છે અને આ કોઈને પણ પોતાની ચપેટમા લેવાથી બાકી રહી નથી.  વૃદ્ધ, યુવા અને નવજાત પણ હવે તેની ચપેટમાં આવી રહ્યા છે. આ બાળકોમાં તીવ્ર તાવ અને નિમોનિયા જેવા ગંભીર લક્ષણ જોવા મળી રહ્યા છે જેના કારણે તેમને હોસ્પીટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે. 
 
કોરોનાના પહેલી લહેર ન તો બાળકો માટે ખતરનાક હતી ન જ બાળકોમાં તેના ગંભીર લક્ષણ જોવા મળ્યા હતા પણ આ વખતે સ્થિતિ બદલાય ગઈ છે. નાયક હોસ્પીટલના મેડિકલ ડાયરેક્ટર ડાક્ટર સુરેશ કુમારે ટાઈમ્સ ઑફ ઈંડિયાને જણાવ્યુ. અત્યારે અમારા હોસ્પીટલમાં 8 એવા બાળક દાખલ છે જેમાં કોરોનાના ગંભીર લક્ષણ છે. તેમાંથી એક બાળક 8 મહીનાનો છે. જ્યારે બાકીના બાળકોની વય  12 વર્ષથી ઓછી છે. આ બધા બાળકોને તીવ્ર તાવ નિમોનિયા, ડિહાઈડ્રેશન અને સ્વાદની કમી જેવા લક્ષણ છે. 
 
સર ગંગારામ હોસ્પીટલમાં પણ કોરોનાથી સંક્રમિત કેટલાક બાળક એડમિટ છે. હોસ્પીટલમાં વરિષ્ઠ બાળ રોગ વિશેષજ્ઞ ડાક્ટર ધીરેન ગુપ્તાનું  કહેવું છે કે તેણે કોરોનાથી સંક્રમિત બાળકોના પરિવારથી દરરોજ 20-30 ફોન આવી રહ્યા છે અને લોકો વીડિયો દ્વારા ડોક્ટરનો સંપર્ક કરી રહ્યા છે. 
 
ગુડગાવના ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટમાં બાળ રોગ વિભાગના નિદેશક અને પ્રમુખ ડાકટર ચુઘનું  કહેવું છે કે વ્યસ્કોની કરતા કોરોનાથી સંક્રમિત બાળકોની સારવારમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવું પડી રહ્યો  છે. કોરોનાથી સંક્રમિત બાળકો માટે કોઈ જુદો વાર્ડ પણ નથી કારણ કે ગયા  વર્ષ બાળકોના આટલા કેસ સામે  આવ્યા નહોતા જેટલા અત્યારે આવી રહ્યા છે. 
 
ડાક્ટર ચુઘએ કહ્યુ બાળકોને રેમેડિસવર જેવી એંટી વાયરલ દવાઓ કે સ્ટેરૉયડ નહી આપી શકાય છે અમે તાવ કે કફની દવાઓ અને જરૂર પડતા પર રેસ્પિરેટરી સપોર્ટ આપીને તેમની સારવાર કરવાની કોશિશ કરી રહ્યા છે. હરિયાણામાં રાજ્યના સ્વાસ્થય વિભાગ દ્વારા રજૂ આંકડામાં 15 માર્ચ અને 11 એપ્રિલના વચ્ચે પૉજિટિવ મળ્યા 41, 324 લોકોમાંથી 3445 (8%) 10 વર્ષથી નાના બાળક હતા. 
 
ડૉકટર્સનો કહેવું છે કે બાળકોમા  આં કોરોનાના લક્ષણ દેખાવવાથી  આ સ્પષ્ટ  ખબર પડે છે કે વાયરસનો મ્યૂટેશન થઈ ગયો છે. કેટલાક ગંભીર કેસોમાં બાળકોના મોતના પણ સમાચાર આવી રહ્યા છે. 
 
ડાકટર્સનો કહેવું છે કે Covid 19 ગંભીર થતા પર મલ્ટી ઈંફેલેમેટરી સિંડ્રોમ (mis) પણ બાળકોમાં થઈ રહ્યો છે. જેના કારણે કેટલાકના  મોત પણ થયા  છે મલ્ટી ઈંફ્લેમેટરી સિંડ્રોમમાં તાવની સાથે દિલ, ફેફસાં અને મગજમાં ગંભીર સોજો પણ થઈ જાય છે. જેના કારણે કેટલાક બાળકોને અટેક પણ આવી  રહ્યો છે. પણ બાળકોમાં આ રીતના ગંભીર કેસ અત્યારે બહુ ઓછા છે અને સમય રહેતા સારવાર કરાવીને તેનો જીવ બચાવી શકાય છે. 
 
શું છે લક્ષણ 
તાવ, માથાનો, દુખાવો, કફ અને કોલ્ડ જેવી કોરોનાના સામાન્ય લક્ષણ સિવાય સ્કિન રેશેજ, કોવિડ , લાલ આંખો અને સાંધાના દુખાવા ગભરામણ,  પેટમાં એંઠણ ગેસ્ટ્રોઈંટેસ્ટાઈન સંબંધી મુશ્કેલીઓ ફાટેલા હોંઠ, થાક અને સુસ્તી જેવા લક્ષણોને નજર અંદાજ ન કરવા. . નાના બાળકો અને નવજાતમાં સ્કિનના રંગનુ  બદલવું , વધારે તાવ,  ભૂખ ન લાગવી, ઉલ્ટી, માંસપેશીઓમાં દુખાવો, હોઠ-સ્કિનમાં સોજો અને મોઢામાં ચાંદા જેવા લક્ષણ હોઈ શકે છે. 
 
રાખો સાવધાનીઓ 
બાળકોને પણ માસ્ક પહેરાવો, ઘરથી બહાર રમવા ન મોકલો. તેમજ સ્વિમિંગ ક્લાસેજ કે શાપિંગ મૉલ અને કોઈ ફંકશનમાં પણ બાળકોને ન લઈ જવું. યુવાઓને સ્ટેડિયમ કે જિમ જવાથી બચવું જોઈએ. આ બધી જગ્યાઓ પર કોરોના સંક્રમણ સરળતાથી ફેલાય  છે. ઘરમાં જો કોઈ સભ્ય કોરોના સંક્રમિત થઈ ગયો છે તો બાળકોને પણ તેનાથી દૂર રાખવો. નવજાત કે બાળકોમાં કોરોનાથી સંકળાયેલા લક્ષણ દેખાય તો તરત જ  ડાક્ટરનો સંપર્ક કરવો