મેથી દાણા આ ભરપૂર ફાયદા જાણી લો... આજથી જ સેવન કરશો....

Last Modified મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (12:05 IST)
મેથી મહત્વપૂર્ણ ઔષધિઓમાંથી એક છે. એમા વિટામીન ઉપરાંત ઘાત્વિક પદાર્થ અને પ્રોટીન પ્રચુર માત્રામાં જોવા મળે છે. મોટાભાગના લોકો મેથીની કડવાશને કારણે તેને પસંદ નથી કરતા. પરંતુ આ કડવાશ જમવાનો સ્વાદ વધારે છે, સાથે જ આ ભૂખ વધારવામાં પણ મદદરૂપ હોય છે. 
* મેથીમાં કડવાપણું તેમા રહેલા પદાર્થ 'ગ્લાઈકોસાઈડ' ને કારણે થાય છે. મેથીમાં ફોસ્ફેટ, લેસીથિન, વિટામીન ડી અને લોહ અયસ્ક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી કરે છે. 
 
* મેથીના દાણા ફક્ત શરીરને આંતરિક રૂપે મજબૂત કરવાની સાથે સાથે શરીરને બહારથે હી પણ સુંદરતા આપવામાં મદદરૂપ થઈ શકે છે. 
* મેથીના દાણાને વાટીને જો ર સ્કીન પર લગાવવામાં આવે તો આ સુંદર અને મુલાયમ બનાવે છે. 
* મેથીના દાણાને પ્રયોગ ઘા અને બળતરાની સારવાર રૂપે પણ કરવામાં આવે છે. 
* પહેલાના જમાનામાં બાળકના જન્મને સરળ બનાવવા માટે ગર્ભવતી સ્ત્રીને મેથી ખવડાવવામાં આવતી હતી. 
* મેથીમાં એવા પાચક એંજાઈમ છે, જે અગ્નાશયને વધુ ક્રિયાશીલ બનાવી દે છે. જેના કારણે પાચન ક્રિયા પણ સરળ બને છે. 
* મેથી ગેસ્ટ્રિક અલ્સરના ઈલાજમાં પણ ઉપયોગી છે. 
* મેથીના સ્ટેરોએડયુક્ત સૈપોનિન અને લસદાર રેશા રક્તમાં શર્કરાને ઓછી કરી નાખે છે. તેથી મેથીનુ સેવન ડાયાબીટિશના રોગીઓ માટે પણ લાભદાયક હોય છે. 
* મેથીને જો થોડી માત્રામાં જો રોજ લેવામાં આવે તો તેનાથી માનસિક સક્રિયતા વધે છે. સાથે જ આ શરીરના કોલેસ્ટ્રોલનુ સ્તર પણ ઘટાડે છે.આ પણ વાંચો :