શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ગર્ભધારણ માટે ક્યારે સંભોગ કરવુ લાભકારી છે

કેટલીક મહિલાઓમાં ગર્ભાધારણ સરળતાથી થઇ જાય છે જ્યારે કેટલીક મહિલાઓમાં આના માટે ઘણો સમય લાગી જાય છે. ગર્ભધારણ ન કરી શકવાનું એક કારણ મહિલાઓ કે પુરુષોમાં કે પછી બંનેમાં જાણકારીનો અભાવ હોઇ શકે છે. આમ તો દરેક મહિલાને આ અંગેની સામાન્ય બાબતોની જાણકારી હોવી જોઇએ. પણ મોટાભાગની મહિલાઓને આ વિષે માલુમ નથી હોતું. આવો જાણીએ, ગર્ભધારણ કરવા માટે ક્યારે સેક્સ કરવું જોઇએ તે વિષે...

આટલું ધ્યાનમાં રાખો -

- આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પાસે સમયની બહુ ઉણપ હોય છે અને આ વ્યસ્ત જીવનશૈલીની અસર આપણા સંબંધો પર પણ પડે છે. આવી સ્થિતિમાં ગર્ભધારણ જેવા વિષયમાં પ્લાનિંગની બહુ જરૂર હોય છે.

- ગર્ભધારણ માટે સેક્સનો સમય સવારનો હોવો જોઇએ કારણ કે સવારના સમયે તમે તરોતાજા રહો છો.

- ગર્ભધારણ માટે ક્યારેય પીરિયડ્સ દરમિયાન સેક્સ ન કરો.

- તમારી ઓવ્યુલેશન સાયકલ વિષે જાણકારી મેળવો અને આના માટે તમે ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો.

- મેન્સ્ટ્રુએશન સાયકલ કે પીરિયડ્સના સાત દિવસ બાદ ઓવ્યુલેશન સાયકલ શરૂ થાય છે અને તે માસિક શરૂ થયાના સાત દિવસ પહેલા સુધી રહે છે.

- ઓવ્યુલેશન પીરિયડ જ એ સમય હોય છે જેમાં મહિલા ગર્ભધારણ કરી શકે છે અને આ સ્થિતિને ફર્ટાઇન સ્ટેજ પણ કહેવાય છે.

- ગર્ભધારણ માટે જ્યારે પણ સેક્સ કરો તો ઓવ્યુલેશિન પીરિયડમાં જ કરો.