ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 12 મે 2021 (11:23 IST)

Immunity બૂસ્ટ કરવામાં કારગર સોજીનો શીરો જાણો તેના આરોગ્યને મળતા ફાયદા

કોરોના વાયરસએ આખી દુનિયા માટે આફત બન્યો છે. એક બાજુ તેનાથી બચવા માટે વેક્સીનેશન કરાઈ રહી છે તેમજ સોશિયલ ડિસ્ટેંસિંગની કાળજી રાખવાની સાથે ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવાની પણ જરૂર છે.. 
 નબળુ ઈમ્યુનિટી અને બીમાર લોકો તેમની ચપેટમાં જલ્દી આવી જાય છે તેથી તેનાથી બચાવ સૌથી કારગર ઉપાય તમારો ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રાંગ થવુ છે. ઈમ્યુનિટીનો સીધો સંબંધક યોગ્ય ખાવા-પીવાથી છે. 
 
ઈમ્યુન સિસ્ટમ વધારવા માટે લોકો હેલ્દી ડાઈટ અને ઉકાળો પીએ છે પણ શું તમે જાણો છો કે સોજીનો શીરો પણ ઈમ્યુનિટી વધારવામાં કારગર છે. ન્યુટ્રીશિયનિસ્ટ જણાવે છે કે સોજીનો શીરો પચાવવામાં સરળ 
હોય છે અને તેને સર્જરી કે રોગથી ઠીક થયેલા લોકોને ખાવા માટે અપાય છે. 
 
સોજીનો શીરો વધારે ઈમ્યુનિટી 
ઘરોમાં સોજીનો શીરો બનવુ સામાન્ય વાત છે. લોકો મજાથી આ શીરો ખાય છે પણ તે આ વાતથી અત્યાર સુધી અજાણ હતા કે આ એક ઈમ્યુનિટી બૂસ્ટર પણ છે. રોગી દર્દીને જો આ ખાવા માટે અપાય તો તે 
 
જ્લ્દી ઠીક થઈ જશે. ડાક્ટર્સ પણ સલાહ આપે છે. 
શીરાથી મળશે આ લાભ 
શીરો બનાવવા માટે ઘી અને સોજીનો ઉપયોગ કરાય છે. ઘી ભોજનનો સ્વાદ વધારે છે સાથે જ તેમાં એંટી ઈંફ્લેમેટ્રી ગુણ ત્વચામાં નિખારને જાણવી રાખે છે. તેની સાથે જ તેમાં કેંસરથી લડવાના તત્વ પણ હોય છે. 
 
 
બ્લ્ડ શુગર લેવલ કંટ્રોલ કરે છે સોજી 
સોજી આયરન અને મેગ્નીશિયમના ગુણોથી ભરપૂર આ દિલને સ્વસ્થ રાખે છે . તેની સાથે જ સોજી ખાવાથી બ્લ્ડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. પણ વધારે માત્રામાં સોજીનો સેવન કરવો શરીરને નુકશાન 
પહોંચાડી શકે છે. 
 
આ વાતને ધ્યાન રાખો 
- હમેશા શીરો દેશી ઘીમાં જ બનાવો 
- ડાયબિટીજ દર્દીને આ શીરાનો સેવન ન કરવું. 
- શીરો ખાદ્યા પછી હૂંફાણા પાણી જ પીવું. 
- જો ઓછી ખાંડ ખાઓ છો તે શીરામાં ગોળ કે બ્રાઉન શુગરનો ઉપયોગ કરો. 
 
કેવી રીતે બનાવકુ સોજીનો શીરો 
સામગ્રી 
સોજી- 1 કપ 
ઘી - અડધો કપ 
ખાંડ- 1 કપ 
પાણી 1 કપ 
વિધિ 
- એક પેનમાં પાણી અને ખાંડ નાખો 
- ઓછા તાપ પર ખાંડને પાણીમાં સારી રીતે ઓળગવા દો. 
- હવે કડાહી લો અને તેમાં ઘી ઓળગાવો. 
- ઘીમાં સોજી નાખી મધ્યમ તાપ પર શેકો. 
- હળવા બ્રાઉન થતા પર સોજીમાં ખાંડનો મિશ્રણ નાખો. 
- સોજીની સાથે સાથે હળવા હલાવતા રહો જેથી ગઠણા ન થાય. 
- ઘટ્ટ થતા પર તાપને બંદ કરો અને સૂકા મેવા નાખી સર્વ કરો.