શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 29 સપ્ટેમ્બર 2018 (13:24 IST)

વર્લ્ડ હાર્ટ ડે 2018 - આ ટેસ્ટ બતાવશે કે તમને હાર્ટ એટેક આવી શકે છે

એ જાણવુ ખૂબ જ મુશ્કેલ છે કે દિલની બીમારી ક્યારે કોને પોતાનો શિકાર બનાવશે.  તેથી આપણા દિલની દેખરેખ કરવી ખૂબ જ જરૂરી હોય છે. યશોદા સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડો. અસિત ખન્નાનુ કહેવુ છે કે દિલની બીમારીના મામલે સતર્ક રહેવુ ખૂબ જરૂરી છે. આજની જીવનશૈલી અને ખાનપાનને જોતા આરોગ્યને નજરઅંદાજ કરવુ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યુ કે હાર્ટ એટેકના શક્યત સંકટો વિશે આ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. 
 
આવો જાણીએ ક્યા છે એ ટેસ્ટ 
 
તરત કરાવવાના ટેસ્ટ 
 
તમારી વયને જોતા જો તમે દિલ સાથે સંબંધિત કોઈ પણ સમસ્યા લાગી રહી છે તો આ તપાસ દ્વારા જાણ કરી શકો છો કે તમારુ હ્રદય હાર્ટ એટેક આવવાના સ્ટેજ પર તો નથી આવી ગયુ. 
 
બ્લડ પ્રેશર તપાસ 
ગ્લુકોમીટરથી બ્લડ શુગરની તપાસ 
ઓક્સીજન સૈચુરેશન 
 
આ તાપસના પરિણામો જોયા પછી કાર્ડિયોલોજીસ્ટ તમને આગળની તપાસ માટે પણ  કહી શકે છે.  એ છે.. 
 
1. ઈસીજી 
2. બ્લડ હાર્ટ એટેક માર્કર્સ 
 
ટ્રોપોનિન I  કે ટ્રોપોનિન T આદર્શ રૂપથી પૉઝિટિવ કે નેગેટિવ રિપોર્ટૅના સ્થાન પર લોહીના લેવલની તાપસ કરવી જોઈએ. 
- સીપીકેએમબી તપાસ પણ કરી શકાય છે. જોકે હવે સીપીકે ટોટલ અને સીપીકેએમબી માટે ડોક્ટર કહેતા નથી. 
સિરમ માયોગ્લોબિન 
 
3. 2-ડી ઈકોકાર્ડિયોગ્રાફી (ઈમરજેંસી માં)
4. કારોનરી એંજિયોગ્રાફી - આ એ મામલામા6 આવે છે જ્યા મોટાભાગના હાર્ટ એટેક (એમઆઈ માર્યોકાર્ડિયલ ઈંફેક્શન)ના  લક્ષણ જાણી ચુકાયા છે.