ગુજરાતી સ્નેક્સ - મસાલા ખાખરા

masala khakhara
ગુજરાતી પરંપરાગત લોકપ્રિય ખાખરા દેખાવમાં પાપડ કે પાતળા પરાઠા જેવા એકદમ કુરકુરા હોય છે. ચા સાથે કુરકુરા મસાલા ખાખરા ખાવાની મજા જ કંઈ જુદી છે. આ અનેક રીતે જેવા કે મસાલા, જીરા મેથી અજમો અને અન્ય ફ્લેવરમાં બની શકે છે. સૌથી મોટી વાત કે આ બનાવવામાં સહેલા પણ છે. આ લાંબો સમય સુધી ટકી રહે છે તેથી તમે તેને યાત્રા કરવા નીકળ્યા હોય તો બનાવીને લઈ જઈ શકો છો.

સામગ્રી - 1 કપ ઘઉંનો લોટ, બેસન - 2 ચમચી, તેલ-2-3 ચમચી, કસૂરી મેથી-1 ટેબલ સ્પૂન, અજમો-1/4 નાની ચમચી, હીંગ - ચપટી, હળદર પાવડર-1/4 નાની ચમચી, જીરુ-1/4 નાની ચમચી, લાલ મરચું પાવડર-1/4 ચમચી, લીલા મરચા - 1(ઝીણી સમારેલી), મીઠુ સ્વાદમુજબ, દૂધ-1/2 કપ


આગળ જાણો કેવી રીતે બનાવશો ખાખરા


આ પણ વાંચો :