રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :ઈન્દોર. , શનિવાર, 6 જાન્યુઆરી 2018 (10:49 IST)

DPS ઈન્દોર શાળાની બસ ટ્ર્ક સાથે અથડાઈ, 5ના મોત અનેક બાળકો ઘાયલ

શુક્રવારે બપોરે શહેરમાં એક શાળા બસ ટ્ર્ક સાથે અથડાઈ ગઈ. જેમા અનેક વિદ્યાર્થી ઘાયલ થયા. તેમાથી કેટલાકની હાલત ગંભીર બતાવાય રહે છે. એવુ કહેવાય છે કે આ ભીષણ દુર્ઘટનામાં ડ્રાઈવરનુ મોત થઈ ગયુ. સમાચાર મુજબ ગંભીર રૂપથી ઘાયલ બાળકોને બોમ્બે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. 
 
પ્રાપ્ત માહિતી મુજબ દુર્ઘટના બિચૌલી હપ્સી પુલ પાસે થઈ.  જ્યા શાળાના બાળકોથી ભરેલી બસ ટ્ર્ક સાથે અથડાય ગઈ. તેમાથી અનેક બાળકો ઘાયલ થવાના સમાચાર છે. બસની આગળનો ભાગ એકદમ ચપટાઈ ગયો છે.  બસ એક મોટી કોન્વેંટ શાળાની છે.