રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

વાલીઓને શાળા ફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી

ગુજરાત હાઇકોર્ટ તરફથી વાલીઓને સ્કૂલ ફી મામલે મોટી રાહત મળી છે. કોરોનાકાળમાં ફી ઉઘરાવતી સ્કૂલોને ફટકાર લગાવતા કહ્યું છે કે સ્કૂલો ખુલે નહીં ત્યાં સુધી ફી માંગે નહીં, સ્કૂલ સંચાલકો વાલીઓને ફી મુદ્દે દબાણ નહીં કરી શકે. કોરોના મહામારી વચ્ચે કેટલીક સ્કૂલો દ્વારા વાલીઓ પાસે ફી ઉઘરાવવામાં આવતી હતી. જેને લઇ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે આદેશ કર્યો કે, સ્કૂલો નહીં ખુલે ત્યાં સુધી સ્કૂલ સંચાલકો ફીની માંગણી નહીં કરી શકે. હાઇકોર્ટે જણાવ્યું કે જ્યાં સુધી સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી ફી માટે સ્કૂલો વાલીઓને દબાણ નહીં કરી શકે. સ્કૂલો ફી ભરવા દબાણ કરે તો જિલ્લા શિક્ષણાધિકારીએ પગલાં લેવાના રહેશે. હાઇકોર્ટના આદેશથી ગુજરાતના વાલીઓને ફી ભરવા મામલે મોટી રાહત મળી છે.