ભારત માટે ચોથો ગોલ્ડ જીતીને શૂટર રાહી સરનોબતે રચ્યો ઈતિહાસ

પાલેમબાંગ.| Last Modified બુધવાર, 22 ઑગસ્ટ 2018 (15:34 IST)

એશિયાઈ રમતમાં જીતનારી આજે પ્રથમ ભારતીય મહિલા નિશાનેબાજ બની ગઈ. તેણે અહી મહિલાઓની 25 મીટર પિસ્ટર સ્પર્ધામાં બે વાર શૂટ ઓફમાંથી પસાર થયા પછી આ સફળતા મેળવી. આ 27 વર્ષીય નિશાનેબાજે જકાબારિંગ શૂટિંગ રેંજમાં રમતોના નવા રેકોર્ડ સાથે સોનાનો મેડલ જીત્યો.

રાહી અને થાઈલેંડની નપાસવાન યાંગપૈબૂન બંનેનો સ્કોર સમાન 34 થતા શૂટ ઓફની મદદ લેવામાં આવી. પહેલા શૂટ ઓફમાં રાહી અને યાંગપૈબૂને પાંચમાંથી ચાર શોટ લગાવ્યા. ત્યારબાદ બીજો શૂટ ઓફ થયો. જેમા ભારતીય નિશાનેબાજ જીત નોંધાવવામાં સફળ રહ્યો. યુવા મનુ ભાકરને જો કે ફાઈનલમાં નિરાશાનો સામનો કરવો પડ્યો.
તેમને ક્વોલીફિકેશનમાં 593ના રેકોર્ડ સ્કોર સાથે ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતુ.
પણ આ 16 વર્ષીય નિશાનેબાજ છેવટે છઠ્ઠા સ્થાન પર રહી.


આ પણ વાંચો :