શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Updated : બુધવાર, 22 ઑગસ્ટ 2018 (16:13 IST)

રક્ષાબંધન સ્પેશલ સ્વીટ રેસીપી - મિલ્ક કેક

સામગ્રી- દૂધ 10 કપ, ખાંડ 150 ગ્રામ,ઘી 2 ટી.સ્પૂન,ફટકડી, ખાંડની ચાસણી 2 ટી.સ્પૂન.
બનાવવાની રીત- સૌથી પહેલાં મોટા તળિયાવાળી નોનસ્ટિક કઢાઈમાં દૂધ નાખી ઉંચા તાપે ગરમ કરવુ. જ્યારે દૂધ ગરમ થઈ જશે તો તેમાં ફિટકરી અને ખાંડ નાખવી. દૂધને સતત હલાવતા રહો. દોઢ કલાક સુધી ઘટ્ટ થવા દો. દૂધને દાણાદાર થતા સુધી ઉકળવા દો.  હવે તેમાં ઘી અને ખાંડની ચાસણીને મિકસ કરો અને ગેસ પર ત્યા સુધી હલાવતા રહો જ્યા સુધી આ મિશ્રણ કઢાઈના તળિયેથી અલગ ન થાય. 
 
જ્યારે આ મિશ્રણ તૈયાર થઈ જાય તો તેને ટ્રેમાં સેટ થવા મૂકી દો. ઉપરથી પિસ્ર્તાથી ગાર્નિસ કરો અને ચાંદીનો વર્ક પણ લગાવી શકાય. ચાર-પાંચ કલાક પછી તમારું મિલ્ક કેક તૈયાર છે.