શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શનિવાર, 10 માર્ચ 2018 (11:15 IST)

વાસ્તુપુરૂષ - ભગવાનની મૂર્તિ કે ફોટો ઘરમાં કયા સ્થાન પર મુકવો જોઈએ

વાસ્તુ મુજબ આપણું આખુ ઘર વાસ્તુ પુરૂષ મુજબ હોવુ જોઈએ. જો ઘર વાસ્તુપુરૂષના અનુરૂપ નથી હોતુ તો ઘરવાળાને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ મુજબ ઘરમાં ઈશાન ખૂણાને પૂજવા માટે ભગવાનની મ્રૂર્તિની સ્થાપના માટે કે ભગવાનનો ફોટો લગાડવા માટે સૌથી ઉત્તમ ખૂણો માનવામાં આવે છે. 
વાત એમ છે કે આનુ મુખ્ય કારણ એ છે કે ઈશાન ખૂણો મતલબ ઉત્તર પૂર્વી ખૂણાને વાસ્તુ પુરૂષનુ માથુ માનવામાં આવે છે. તેથી ઘરના ઉત્તર પૂર્વી ખૂણાને વાસ્તુ મુજબ સાત્વિક ઉર્જાઓનુ મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. ઈશાન્ય કોણના અધિપતિ શિવ છે. ઈશાન ખૂણો ઘરના બધા અન્ય ક્ષેત્રોથી નીચો હોવો જોઈએ. આવા ઘરમાં સકારાત્મક ઉર્જાનું સ્થાન હોય છે. પછી આ ઉર્જાઓ આખા ઘરમાં ફેલાય જાય છે. સાથે જ ઉત્તર પૂર્વ ગુરૂની દિશા છે ગુરૂ ગ્રહ જીવનનો કારક છે. ગુરૂને જ્યોતિષ મુજબ ઘર્મ અને આધ્યાત્મના કારક ગ્રહ માનવામાં આવે છે. તેથી ભગવાનનો ફોટો ઈશાન ખૂણામાં લગાડવો વાસ્તુ મુજબ શુભ માનવામાં આવે છે.