બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (00:53 IST)

ઘરની આર્થિક તંગી દૂર કરવા સોમવારે કરો આ ઉપાય઼

શિવનું નામ માત્ર જ જીવન સુધારવાનો મહામંત્ર છે.  કારણ કે તે કલ્યાણકર્તા જ નહી પણ પરોપકાર અને કલ્યાણના ભાવની પ્રેરણા અને ઉર્જાથી ભરી દે છે. શાસ્ત્રોમાં બતાવેલ શિવ ચરિત્ર અદ્દભૂત ગુણ, શક્તિઓ અને મહિમાથી ભરપૂર હોવા છતા પણ વૈરાગ્ય સંપન્ન છે.

શિવના આ ચરિત્રમાં શિવ પરિવારનો પણ સમાવેશ છે. કારણ કે ગૃહસ્થ જીવન માટે શિવ અને તેમનો પરિવાર વિપરિત પરિસ્થિતિ હોવા છતા પણ સાથે રહેવુ તેનુ પ્રમાણ પણ છે.  આ રીતે શિવ પરિવારનો દરેક સભ્ય મા પાર્વતી. ગણેશ અને કાર્તિકની ભક્તિ સંકટમોચક અને શક્તિ સંપન્નતા આપનારી છે.

આ જ કારણ છે કે શિવ ઉપાસનાનો વિશેષ દિવસ સોમવાર ખોટી પરેશાનીઓમાંથી છુટકારો અને કામનાસિદ્ધિ માટે ભક્તો વચ્ચે વિશેષ મહત્વ રાખે છે. આ દિવસે વ્રત અને પૂજા શુભ માનવામાં આવે છે.  સોમવાર વ્રત શક્ય ન હોય તો શાસ્ત્રોમાં બતાવેલ પૂજાના કેટલાક સરળ ઉપાય શિવ પૂજામાં અપનાવવા પણ કષ્ટોનો અંત કરનારો માનવામાં આવે છે.

- જાણો આ સરળ ઉપાય


1. શિવ મંદિરમાં અડધો કિલો ચોખા લઈને જવું. આ ચોખા શિવજી સમક્ષ રાખી અને 1 માળા શિવમંત્રની કરવી અને એક મુઠ્ઠી ચોખા લઈ શિવલિંગ પર અર્પણ કરી દેવા. બાકી બચેલા ચોખાને દાનમાં આપી દેવા. આ ઉપાય 5 સોમવાર સુધી કરવો તેનાથી આર્થિક તંગીમાંથી છૂટકારો મળી જાય છે.

2. નોકરી ન મળતી હોય તો ઓફિસમાં સમસ્યાઓ થતી હોય તો ખીર બનાવીને કાગડાને ખવડાવવી. આ ઉપાય પણ સોમવારે કરવો તુરંત લાભ થશે.

3. સોમવારે દૂધમાં ખાંડ ઉમેરી અને શિવલિંગનો અભિષેક કરવો. તેનાથી બુદ્ધિ તીવ્ર થાય છે.

4. સોમવારે ભગવાન શંકરને ચોખા અર્પણ કરો. પરંતુ આ ચોખા ખાસ હોવા જોઈએ. એટલે કે બધા જ ચોખા અખંડ હોવા જોઈએ. ચોખા ચડાવતી વખતે “ઓમ નમ: શિવાય ” મંત્રનો જાપ કરવો.

5. પિતૃદોષ દૂર કરવા સોમવતી અમાસ પર કાગડાને રોટલી અને ખીર ખવડાવવી. આ ઉપાયથી પિતૃદોષ દૂર થશે અને કાર્યમાં સફળતા મળવા લાગશે.