પદ્માવતીની પ્રાઈવેટ સ્ક્રીનિંગ કેમ ? નારાજ થયા સેંસર બોર્ડ અધ્યક્ષ પ્રસૂન જોશી ...

padmavati movie still
મુંબઈ.| Last Modified શનિવાર, 18 નવેમ્બર 2017 (17:30 IST)
સતત વિરોધની મારનો સામનો કરી રહેલ સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતીની કરવાથી હવે સેંસર બોડ (CBFC) નારાજ થઈ ગયુ છે. બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીએ તેના પર મોટી આપતિ બતાવી છે. તેમનુ કહેવુ છે કે ફિલ્મ મેકર્સ તરફથી આવુ કરવુ બિલકુલ સારુ નથી. પ્રસૂન જોશીએ નારાજગી બતાવતા કહ્યુ કે આવુ કરીને નિર્માતાએ નિયમોનુ ઉલ્લંઘન કર્યો છે.. ઉલ્લેખનીય છે કે કેટલાક જર્નાલિસ્ટ માટે
શુક્રવારે ફ્હિલ્મ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી.

પ્રસૂન જોશીએ નિવેદન રજુ કરી કહ્યુ છે આ ખૂબ જ નિરાશાજનક છે કે સેંસર બોર્ડને બતાવ્યા વગર સર્ટિફિકેશન વગર પદ્માવતીની સ્ક્રીનિંગ મીડિયા માટે થઈ રહી છે. આ નિયમોનુ ઉલ્લંઘન છે. તેમના મેકર્સની તરફથી પ્રાઈવેટ સ્ક્રીનિંગ કરવી અને નેશનલ ચેનલ્સ પર તેનો રિવ્યુ કરવો ખૂબ જ અફસોસજનક છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મને લઈને ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. ફિલ્મની રજૂઆત રોકવાની માંગ કરવામાં આવી રહી છે. સંજય લીલા ભંસાલી અને દીપિકા પાદુકોણને ધમકીઓ મળી રહી છે. જ્યાર પછી આ મામલાને શાંત કરવા માટે મેકર્સે ફિલ્મને કેટલાક પસંદગીના લોકોને બતાવી જેથી ફિલ્મની રજૂઆતનો રસ્તો સાફ થઈ જાય પણ ફિલ્મમેકર્સનુ આ વલણ પ્રસૂન જોશીને ગમ્યુ નથી.


આ પણ વાંચો :