શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (00:57 IST)

2018 Asia Cup INDvsPAK - ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાને 8 વિકેટથી હરાવી દીધું

એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાને 8 વિકેટથી હરાવી દીધું છે. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમ 43.1 ઓવરમાં 162 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની સામે ટીમ ઈન્ડિયાએ 29 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 164 રન બનાવી આસાન વિજય મેળવી લીધો હતો. અંબાતી રાયૂડૂ (31) અને દિનેશ કાર્તિકે (31) અણનમ રહી ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો.
 
ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્મા અને શિખર ધવને શાનદાર શરૂઆત કરતા 86 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્માએ(52) શાનદાર અડધી સદી નોંધાવી હતી. જ્યારે શિખર ધવન 42 રન બનાવી આઉટ થયો હતો.
'
163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમને રોહિત શર્મા અને શિખર ધવને તોફાની શરૃઆત અપાવતાં પ્રથમ વિકેટ માટે 86 રન જોડયા હતા. રોહિતે આ દરમિયાન પોતાની અર્ધી સદી પૂર્ણ કરી હતી. રોહિત 52 રને હતો ત્યારે શાદાબ ખાને બોલ્ડ કરી પાકિસ્તાનને પ્રથમ સફળતા અપાવી હતી. ધવન પણ અર્ધી સદી નજીક પહોંચ્યો ત્યારે ફહીમ અશરફે બાબર આઝમના હાથે કેચ કરાવી પેવેલિયન મોકલ્યો હતો. અહીંથી અંબાતી રાયડુ અને દિનેશ કાર્તિકે કોઈ પણ જાતની ઉતાવળ વિના ૨૮.૫ ઓવરમાં ભારતને વિજય અપાવ્યો હતો. રાયડુ અને ર્કાિતક બંને 31-31 રન બનાવી અણનમ રહ્યા હતા.