Ind Vs SL - ભારતે શ્રીલંકાને ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં 8 વિકેટે હરાવી શ્રેણી 2-1થી જીતી, શિખર ધવનની સદી

વિશાખાપટ્ટનમ:| Last Updated: સોમવાર, 18 ડિસેમ્બર 2017 (05:48 IST)

ભારતે શ્રીલંકાને ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં 8 વિકેટે હરાવી શ્રેણી 2-1થી જીતી લીધી હતી. શ્રીલંકાએ આપેલા 216 રનના પડકારને ભારતે 32.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. ભારત તરફથી શિખર ધવને આક્રમક 100 રન જ્યારે શ્રેયસ ઐયરે 65 રન બનાવ્યા હતા.
ધવને વન ડે કારકિર્દીની 12મી સદી ફટકારી હતી. ભારત તરફથી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે શ્રીલંકા તરફથી ઉપુલ થરંગાએ સૌથી વધુ 95 રન બનાવ્યા હતા.

ભારતે આ શ્રેણી જીતીને નવો રેકોર્ડ સર્જ્યો છે. જીતવા માટેના 216 રનના નજીવા લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 32.1ઓવરમાં જ આ રન બનાવીને મેચ જીતી લીધી હતી. શિખર ધવને 13 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 85 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. અય્યરે આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા


આ પણ વાંચો :