IND vs SA - T-20 શ્રેણી માટે ભારતીય ટીમનુ થયુ એલાન, રૈનાનુ કમબેક... જાણો કોણ થયુ બહાર

સોમવાર, 29 જાન્યુઆરી 2018 (10:33 IST)

Widgets Magazine

દક્ષિણ આફ્રિકાના ઘરઆંગણે રમાનારી 3 ટી-20 મેચોની શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ ટીમ ઈંડિયાનુ એલાન કર્યુ છે. 6 વનડે મેચોની શ્રેણી પછી રમાનારી વનડે શ્રેણી માટે લાંબા સમયથી ટીમ ઈંડિયામાંથી બહાર ચાલી રહેલ બેટસમેન સુરેશ રૈનાનુ ટીમમાં કમબેક થયુ છે. તાજેતરમાં જ સૈયદ મુશ્તાબક અલી ટી20 ટ્રોફી રૈનાએ ફોર્મમાં કમબેકનું એલાન કર્યુ હતુ.  તેમણે આ ટુર્નામેંટમાં એક સદી સાથે બે હાફ સેંચુરી પણ લગાવી હતી. રૈનાની આ ફાસ્ટ બેટિંગે પસંદગીકારો પર પ્રભાવ છોડ્યો અને તેમને દ. આફ્રિકામાં રમાનારી ટી-20 શ્રેણી માટે તક આપી છે.  બીજી બાજુ ફાસ્ટ બેટ્સમેન શ્રેયસ ઐય્યરને ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. 
 
લભગ એક વર્ષ પછી રૈના ટીમમાં 
 
ટીમ ઇન્ડિયાના 16 સભ્યોની ટીમમાં સુરેશ રૈનાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ડાબોડી બેટ્સમેન રૈના ભારત તરફથી છેલ્લીવાર ટી-20 મેચમાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઇગ્લેન્ડ સામે બેગ્લુરુમાં રમ્યો હતો. ત્યારપછીથી રૈનાને ઇન્ડિયન ટીમમાં પડતો મુકાયો હતો.
યુપીના કેપ્ટન રૈનાએ ગયા અઠવાડિયે (22 જાન્યુઆરીએ) સૈયદ મુશ્તાક અલી ટી-20 મુકાબલામાં બંગાળ વિરુદ્ધ 59 બૉલમાં 126 રનોની અણનમ ઇનિંગ રમી, જેમાં તેના 7 છગ્ગા અને 13 ચોગ્ગા સામેલ હતા. ત્યારબાદ તેને બીજા બે અર્ધશતક પણ ફટકાર્યા હતા. આ સાથે જ રૈના સૈયદ મુશ્તાક અલી ટી-20માં હાઇએસ્ટ રન બનાવવારો ક્રિકેટર બની ગયો હતો. રૈનાએ ઉનમુક્ત ચંદને પાછળ પાડી દીધો છે. ઉન્મુક્ત ચંદે 2013માં 125 રનોની ઇનિંગ રમી હતી.
 
ભારતીય ટીમને પ્રથમ ટી-20 મેચ 18 ફેબ્રુઆરીના રોજ જોહાનિસબર્ગ્કમાં રમવાની છે. ત્યારબાદ બીજી ટી 20 21 ફેબ્રુઆરી સેંચુરિયનમાં રમાશે તેમજ ત્રીજી અને અંતિમ ટી-20 મેચ 24 ફેબ્રુઆરીના રોજ કેપટાઉનમાં રમાશે.  
 
ટીમ ઇન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મનીષ પાંડે, અક્ષર પટેલ, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, જયદેવ ઉનડકટ, શાર્દુલ ઠાકુર.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

IPL Auction 2018: ભારતનો સૌથી મોંઘો ખેલાડી બન્યો ગુજરાતનો જયદેવ ઉનડકટ

આજથી બે દિવસ એટલેકે 27 અને 28 જાન્યુઆરીના રોજ આઈપીએલ ટીમો અને ક્રિકેટરો માટે બિગ ડે ...

news

IPL 11 ની તારીખની ઘોષણા, અહીં રમાશે પ્રથમ મેચ

IPL 11 ની તારીખની ઘોષણા, અહીંયા થશે પહેલો મેચ

news

ભારત પર ટેસ્ટ અને શ્રેણીની ગુમાવવાનો સંકટ

સાઉથ આફ્રિકા સામે સેન્ચુરીયનમાં ચાલી રહેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ચોથા દિવસના અંતે ટોપ ...

news

ICC U19 WC વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એ સતત બીજી જીત ...

ICC U19 WC વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એ સતત બીજી જીત નોંધાવી. ગ્રૂપ-બીમાં પોતાના બીજા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine