વધુ માર્જિન સાથે ભાજપને જીતાડી સત્તા પર લાવોઃ અમિત શાહ

amit shah
Last Modified સોમવાર, 13 નવેમ્બર 2017 (12:08 IST)


ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ઉત્તર ગુજરાતના તમામ પેજ પ્રમુખો અને શક્તિ કેન્દ્રોના પ્રમુખો સાથે બેઠક કરી હતી.
પોતાના 6 દિવસીય પ્રવાસમાં 41 જિલ્લાના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં આવતા શક્તિ કેન્દ્રોના કાર્યકર્તાઓને સંબોધીત કર્યા હતા. તેમણે 7 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી પોતાની ટૂરની શરુઆત કરી હતી.

તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે જો આગામી ચૂંટણીમાં બે તૃતિયાંશ બેઠકો સાથે ભવ્ય વિજય જોઈતો હોય તો તમામ કાર્યકર્તાઓએ બધા જ મતભેદ ભૂલીને ખૂબ મહેનત કરવી પડશે.તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે આગામી ચૂંટણીમાં 2012 કરતા પણ વધુ માર્જીન સાથે પક્ષ વિજયી બને સત્તા પર આવે તે માટે દરેક કાર્યકર્તાએ પોતાના વિસ્તામાં એક એક વ્યક્તિનો સંપર્ક કરી સરકારની ઉપલબ્ધીઓ જણાવો. આ ઉપરાંત આ ડોર ટુ ડોર કેમ્પેઇન દ્વારા લોકો ભાજપ સરકાર વિશે શું વિચારે છે અને ચૂંટણી પહેલા કઈ રીતે ભાજપ તરફી કરવા તે માટેનો ફીડબેક આપવા જણાવ્યું હતું. જેથી અંતિમ ક્ષણની તૈયારી વધુ સારી રીતે થઈ શકે.તેમણે વધુમાં કહ્યું કે દરેક શક્તિ કેન્દ્રોમાં ઓછામાં ઓછા 100 લોકોની બેઠક યોજો અને તેઓને પીએમ મોદીનો લેટર અને પાર્ટીનું ઇલેક્શ સાહિત્ય પહોંચાડો. તેમજ રાજ્યમાં દ્વારા ચલાવવામાં આવતા દુષ્પ્રચારથી લોકોને વાકેફ કરો.


આ પણ વાંચો :