જનસંપર્ક યાત્રા દરમિયાન જિજ્ઞેશ મેવાણીના કાફલા પર હૂમલો કરાયો

બુધવાર, 6 ડિસેમ્બર 2017 (12:16 IST)

Widgets Magazine


દલિત નેતા જિજ્ઞેશ મેવાણી હવે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યો છે. આ સમયે તે સામા પ્રવાહે ચાલતો હોય તેવું દ્રશ્ય સર્જાઈ રહ્યું છે. વડગામની આસપાસના અનેક ગામડાઓમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે  સોમવારે પોતાના વડગામ મતક્ષેત્રમાં આવેલા જુદા જુદા ગામોમાં પ્રચાર કાર્ય કરી રહ્યો હતો તે દરમ્યાન ટાકરવાડા અને પટોસણ ગામમાં વાહનો પર પથ્થરો ફેંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે ગઢ પોલીસે તાત્કાલિક પટોસણ પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી.

જન સંપર્ક યાત્રા ટાકરવાડા ગામમાં પહોંચી હતી જ્યાં  મેવાણીની પાછળની કાર પર પથ્થર વડે હુમલો થતા મેવાણીએ પોતાના કાફલા પર થયેલા હુમલાની પ્રથમ જાણ ટ્વીટરથી કરી હતી બાદમાં પટોસણ ગામમાં  મેવાણીનાં કાફલા પર ઠાકોર સેનાના આગેવાનના વાહન પર પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચડવાની કોશિષ કરી હતી. આ મામલાની જાણ ગઢ પોલીસને થતા એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહુચી હતી. મેવાણીએ હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોંગ્રેસની અનામત આપવાની વાત પર પાટીદાર ધાર્મિક સંસ્થા-આંદોલનકારીઓ આમને સામને

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પાટીદાર-બિન અનામત વર્ગને અનામત આપવાના વચન સામે પાટીદારોની ...

news

૧૦ પાટીદાર સંસ્થાઓ હાર્દિકથી અલગ થતાં ભાજપને રાહતનો શ્વાસ

પાટીદાર સમાજની ૧૦ મોટી ધાર્મિક સંસ્થાઓએ ગઇકાલે ફરી એક વખત એક મંચ ઉપર એકઠા થયા હતા. ...

news

ભાજપનો 150નો ટાર્ગેટ અશક્ય - પ્રફૂલ પટેલ

આગામી 9 ડિસેમ્બર ના રોજ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. ત્યારે ભાજપ ...

news

ગુજરાત પરથી ઓખી વાવાઝોડાનો ખતરો ટળ્યો, હજી દરિયા કિનારાના વિસ્તારોને સાવચેત રહેવા આદેશ

ઓખી વાવાઝોડાની અસર તળે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી ...

Widgets Magazine