શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (17:34 IST)

ભાજપનો વિકાસ જ વિકાસ, નેતાજીએ 1 કરોડનો બંગલો ખરીદતા વિવાદ

વડોદરા શહેર-વાડીના ભાજપના નેતા મનિષાબેન વકીલે ગોત્રી ન્યુ અલકાપુરી વિસ્તારમાં 'અર્થ સોમનાથ' ડુપ્લેક્ષની સ્કીમમાં બંગલો ખરીદ્યાનો વિવાદ હવે પ્રદેશ ભાજપ સમક્ષ પહોંચ્યો છે. સાથે સાથે બંગલાનો દસ્તાવેજ માત્ર ૧૭.૫૦ લાખમાં કર્યો અને આ સ્કીમમાં ભાજપના માજી કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પણ ભાગીદાર હોવાની માહિતી બહાર આવી છે

વડોદરા શહેર-વાડી વિસ્તારના ધારાસભ્યએ પાંચ વર્ષ પૂર્વે ચૂંટણી પંચ સમક્ષ એફિડેવીટ કર્યુ હતું જેમાં માત્ર સાડા ચાર લાખની પોતાની આવક અને પતિની રૃા.સાઇઠ હજાર, આશ્રિત વ્યક્તિનું રૃા. બે લાખનું પોસ્ટમાં રોકાણ હોવાનું જણાવ્યુ છે. ત્યારબાદ તા.૧૮-૪-૨૦૧૬ના રોજ રૃા.૧૭.૫૦ લાખનો વેચાણ દસ્તાવેજ કરનારમાં રાજીવ ડાહ્યાભાઇ વકીલ અને મનીષા રાજીવ વકીલ (રહે.૪૬/૨૯૫, રેસકોર્ર્સ રોડ ઇલોરાપાર્ક સુભાનપુરા) નામ છે અને વેચાણ કરનાર પરાક્રમસિંહ જાડેજા (ભાજપના માજી કોર્પોરેટર) અને અશોક તન્નાના નામ લખ્યા છે. ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તાઓએ પ્રદેશના આગેવાનોને દસ્તાવેજ અને મનીષાબેન વકીલની ચૂંટણી દરમ્યાનની એફિડેવીટની કોપી મોકલી જણાવ્યુ છે કે, બજાર કિંમત પ્રમાણે આ બંગલાની કિંમત ૧ કરોડથી વધુ થાય છે. પરંતુ ધારાસભ્યએ માત્ર રૃપિયા ૧૭.૫૦ લાખનો દસ્તાવેજ કર્યો છે. જે જવાબદાર વ્યક્તિ તરીકે ખોટુ એફિડેવીટ અને સરકારની સ્ટેમ્પ ડયુટીની પુરતી રકમ ભર્રી નથી. આમ મનીષાબહેને સ્ટેમ્પડયુટીની પણ ચોરી કરી છે. અત્રે યાદ આપવું જરૃરી છે કે મનીષાબેન વકીલના કાર્યકર જનક શાહ અગાઉ મહારાષ્ટ્રમાં વીજ વાયરોની ચોરીના કૌભાંડમાં ઝડપાયા હતા. ત્યારે મનીષાબેન વકીલ વિવાદમાં આવ્યા હતા ત્યારબાદ ધારાસભ્યને મળતી ગ્રાંટની રકમ બારોબાર બિલ્ડરોને ફાયદો થાય તે રીતે વાપરી હોવાના પણ તેમની સામે આક્ષેપ થયા હતા.