ઈડરમાં ભાજપના ઉમેદવાર હિતુ કનોડિયાનો ભારે વિરોધ, ભાજપના કાર્યકરોએ રેલી કાઢી

bjp-idar-in-gujarat-
Last Modified શનિવાર, 25 નવેમ્બર 2017 (12:24 IST)

ભાજપનો ગઢ ગણાતા ઈડર, વડાલી વિધાનસભા બેઠક માટે શુક્રવારે ગુજરાતી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયાના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓમાં
રોષ ભભૂકી ઉઠ્યો છે. ટિકિટ ફાળવણી અંગે સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવા માટેની વારંવાર રજૂઆત છતાં પણ મોવડી મંડળે આયાતી ઉમેદવાર એવા હિતુ કનોડિયાના નામની જાહેરાત કરતાં જ ઈડરના સ્થાનિક રાજકારણમાં સોંપો પડી ગયો હતો. સ્થાનિક ઉમેદવારની અવગણનવા વિરોધમાં બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી.

gujarat BJP

હિંમતનગર સરકીટ હાઉસ ખાતે ભાજપ દ્વારા સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે પણ સ્થાનિક ઉમેદવારોને ટિકિટ ફાળવવા માટેની માગણીઓ તેમજ રજૂઆત કરવામાં આવી હતી. ભાજપના નેતા રતિભાઈ સોલંકી અને જનકભાઈ પટેલ સહિતનાઓએ જણાવ્યું હતું કે ભાજપને હારનો સામનો કરવો પડશે. સ્થાનિક કાર્યકર્તાઓની અવગણના કરીને બહારના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. ‘ભાજપ હારે છે હારે છે’ના બેનરો તથા ‘સ્થાનિક ઉમેદવાર જ ચલેગા’,ગુજરાત ફિલ્મ કા નટ નહીં ચલેગાના બેનરો લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો :