સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 24 નવેમ્બર 2017 (14:13 IST)

ભાજપે 13 ઉમેદવારોની યાદી જાહેર કરી, અભિનેતા હિતુ કનોડિયા રમણલાલ વોરાની સીટ ઈડરથી લડશે.

ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ છે. ત્યારે બંને પક્ષો પોતાના ગણિત સાથે ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. ભાજપે આજે પાંચમું લિસ્ટ જાહેર કર્યું છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાને ઈડર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં ઉંઝામાંથી નારણભાઈને રીપીટ કરવામાં આવ્યાં છે. તો ગુજરાત વિધાનસભા બેઠક પર રમણલાલ વોરાના સ્થાને ગુજરાતી ફિલ્મોના અભિનેતા અને ભાજપના પૂર્વ નેતા નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાને ટિકિટ આપવામાં આવી છે. તે ઉપરાંત વિજાપુરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પ્રહલાદ પટેલના સ્થાને હવે સ્થાનિક નેતા રમણલાલ પટેલને ટિકીટ આપવામાં આવી છે.