કોંગ્રેસે હાર્દિક અલ્પેશ અને જિજ્ઞેશને ચૂંટણી લડવા આમંત્રણ આપ્યું, હાર્દિકે ફગાવ્યું

શનિવાર, 21 ઑક્ટોબર 2017 (14:30 IST)

Widgets Magazine

hardik patel

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે ત્રણ આંદોલનકારી નેતાઓ હવે વધુ ને વધુ સક્રિય થઈ રહ્યાં છે. ભાજપની વિરૂદ્ધમાં આ નેતાઓ હાલમાં આંદોલન ચલાવી રહ્યાં હોવાથી તેઓને કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા માટે આમંત્રણ અપાયું છે. હાર્દિક પટેલ સહિત પાટીદારોને કોંગ્રેસને સમર્થન આપવા અને આપ્યું છે. તો અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીને પણ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે આમંત્રણ આપ્યું છે. તો બીજી તરફ જેડીયુ નેતા છોટુ વસાવાને પણ કોંગ્રેસને સમર્થન આપવા માટે આમંત્રણ આપ્યું છે.

પાટીદાર અનામત આંદોલનને લઇને પાટીદારો ભાજપના વિરોધમાં છે ત્યારે કોંગ્રેસ પણ પાટીદારોની નારાજગીનો લાભ ઉઠાવી ગુજરાતમાં પોતાની સત્તા જમાવવા માગે છે. જ્યારે બીજી બાજુ દલિતો પણ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે ત્યારે ભરતસિંહે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને પણ ચૂંટણી લડવા માટે આમંત્રણ આપ્યું છે.પાસના કન્વીનર હાર્દિક પટેલે કોંગ્રેસ તરફથી વિધાનસભા ચૂંટણી લડવાના મળેલા આમંત્રણને ફગાવી દીધું છે. હાર્દિક પટેલે ટ્વિટ કરી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે મારે ચૂંટણી લડવી નથી અને ચૂંટણી લડવાનો અમારો કોઇ સ્વાર્થ પણ નથી. હાર્દિકે કહ્યું કે અમને માત્ર અધિકાર અને ન્યાય જોઇએ છે. અમે અહંકાર સામે લડતા રહીશું અને અંતે જીત અમારી જ થશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વલસાડમાં વહેલી સવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા

ગુજરાતમાં દિવાળી ટાણે જ ભૂકંપના ખતરાનો અહેસાસ થતાં જ લોકો વલસાડમાં ઘરની બહાર દોડી ગયાં ...

news

રવિવારથી વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે. રોરો ફેરીનું લોકાર્પણ કરશે

ભાવનગર જિલ્લાના વિકાસની નવી ક્ષિતીજો ખોલનાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું રવિવારે વડાપ્રધાન ...

news

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાથી જ ચૂંટણી લડશે

મહેસાણામાંથી એક સમયે ચૂંટણી લડવામાં કચવાટ અનુભવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હવે ...

news

ડાકોરમાં રણછોડરાય મંદિરમાં અન્નકૂટ દરમિયાન ભગદડ મચી, બે ના મોત

આણદ.. ગુજરતમાં ખેડા જીલ્લાના ડાકોરમાં રણછોડરાય મંદિરમાં શુક્રવારે અન્નકૂટ કાર્યક્રમ ...

Widgets Magazine