ગુજરાતમાં ચૂંટણી ક્યારે ? 17 ઓક્ટોબર પછી થશે જાહેરાત ?

શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (14:08 IST)

Widgets Magazine
gujarat election

 
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુરૂવારે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરી પણ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેરાત ના કરાઈ તેથી આશ્ચર્ય ફેલાયું છે. ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ માટે આજે તારીખોની જાહેરા કરી નથી. જોકે એ નક્કી મનાઇ રહ્યું છે કે ગુજરાત ચૂંટણી પણ 18મી ડિસેમ્બરની પહેલાં જ થશે. પરંતુ હજુ તારીખોની જાહેરાત કરાઈ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચૂંટણી પંચે જણાવ્યું કે બનાસકાંઠામાં આવેલા પૂરના લીધે ચૂંટણીની તારીખો થોડીક પાછળ કરવાનું કહેવામાં આવ્યું હતું ગુજરાતમાં અત્યારે ભાજપની ગૌરવયાત્રાઓ નીકળી રહી છે. તેના અંતિમ દિને એટલે કે 17 ઓક્ટોબરે ગાંધીનગરના ભાટ નજીક ભાજપ તરફથી મતદારયાદીના દરેક દીઠ નિમાયેલા પેઈજ પ્રમુખોનું એક વિશાળ સંમેલન મળવાનું છે. આ સંમેલનમાં નરેન્દ્ર મોદી તથા અમિત શાહ ખાસ ઉપસ્થિત રહીને જાહેરસભાને સંબોધવાના છે.
 
 ભાવનગરમાં નરેન્દ્ર મોદી ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું ઉદઘાટન કરશે. એ પછી ત્યાં જાહેર સભાનું પણ આયોજન કરાયું છે. વડાપ્રધાનની જાહેર સભા પૂર્ણ થયા બાદ એટલે કે 17 ઓક્ટોબર પછી ગમે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરાશે.  ચૂંટણીની તારીખની પંચ દ્વારા જાહેરાત કરાયા તારીખથી જ રાજયમાં ચૂંટણીની આચરસંહિતા અમલમાં આવી જશે અને તેના અમલના ભાગરૂપે કેન્દ્ર કે રાજય સરકાર પ્રજા-મતદારો ઉપર પ્રભાવ ઊભો કરે તેવી કોઈ નવી જાહેરાત કરી શકે નહી તેના કારણે જાહેરાત પાછી ઠેલાઈ છે. 17 ઓક્ટોબર પછી ગમે ત્યારે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતમાં ચૂંટણી 17 ઓક્ટોબર પછી થશે જાહેરાત Election-commission Gujarat-election-date

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ઉના દલિત કાંડ બાદ દલિતો પર અત્યાચાર વધ્યો

એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલી FIRની સંખ્યા વર્ષ 2015માં 1,046 હતી જે વધીને વર્ષ 2016માં ...

news

Surat News - સુરતમાં 2500 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બૂર્સ બિલ્ડીંગ બનશે

સુરતના ખજોદ વિસ્તારમાં બનનારા વિશ્વના સૌથી મોટાસુરત ડાયમંડ બૂર્સનું બાંધકામ લાભપાંચમથી ...

news

ગુજરાત ગૌરવયાત્રામાં યોગી આદિત્યનાથ - અમેઠીના વિકાસને લઈ રાહુલ ગાંધી પર પ્રહારો

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમની ગૌરવ યાત્રાવલસાડથી ...

news

બોટ અને ડેકના ઠેકાણા નથીને ભાવનાગર-ઘોઘા વચ્ચે ઉતાવળે રો-રો ફેરીનું ઉદ્ઘાટન થશે

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ સરકાર મતદારોને આકાર્ષવા માટે અનેક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine