ગુજરાતમાં 150 સીટો મેળવવાનો વિશ્વાસ હોય તો ભાજપે કોંગ્રેસનું કેસરિયાકરણ કરવાની જરૂર ખરી?
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. એક બાજુ કેન્દ્રના બંને ગુજરાતી નેતાઓ ગુજરાતની મુલાકાતો કરી રહ્યાં છે. તો બીજી તરફ કોંગ્રેસનું કેસરિયાકરણ થઈ રહ્યું છે. ભાજપ આ વખતની ચૂંટણીમાં 150 સીટો પર જીત મેળવવાનો દાવો કરી રહ્યો છે. તો બીજી બાજુ તેના આ દાવા પાછળના વિશ્વાસ પર સવાલો ઉઠી રહ્યાં છે. ભાજપના જ કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે કે જો આપણામાં 150 સીટો લાવવાનો વિશ્વાસ હોય તો કોંગ્રેસના નેતાઓ તથા ધારાસભ્યોને ભાજપમાં લાવવાની શી જરૂર છે.
૨૨ વર્ષથી એક હથ્થું શાસન ભોગવતી ભાજપ અત્યારે ગુજરાતમાં આવનારી વિધાનસબાની ચૂંટણીમાં કયા મુદ્દે ખતદારો પાસે જવાની છે તે હાલ પ્રશ્ન છે ? વિકાસનો મુદ્દો હોય તો ૨૨ વર્ષની એક જ મુદ્દાને કારણે પબ્લીક પણ વિકાસની વાત સાંભળીને બગાસા ખાઈને હસી રહી છે. શહેરી વિસ્તારોમાં રોડ, રસ્તા, ગંદકીથી લઈને અનેક સમસ્યા છે. ત્યારે બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કોંગ્રેસનો દબદબો છે. ભાજપ સામે અનેક પ્રશ્નો જેવા કે અનામત આંદોલનતી લઈને પુર, સ્વાઈન ફ્લુ જેવા પ્રશ્નો કટર છે. ત્યારે ભાજપ ૧૫૦ સીટોના જુમલા સાથે જીતવાનું જ હોય અને ભાજપની સરકાર બનવાની જ હોય તો પછી કોંગ્રેસના કાર્યકરોનો ભાજપમાં શંભુ મેળો ભેગો કરવાની જરૂર ખરી ? ૧૫૦નો ટાર્ગેટ શુદ્ધ અને અતીશુદ્ધ ભાજપનો હશે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં જાડાયેલા ટીકીટો વાંચ્છુઓ જીત્યા બાદનો સરવાળો ૧૫૦નો હશે ?