Widgets Magazine
Widgets Magazine

બજેટ 2018 - જો તમે કરી રહ્યા છો આ નિર્ણય તો 1 ફેબ્રુઆરી સુધી રાહ જુઓ.. થઈ શકે છે ફાયદો

નવી દિલ્હી., ગુરુવાર, 11 જાન્યુઆરી 2018 (13:10 IST)

Widgets Magazine

જો તમે વર્તમન દિવસમાં કોઈ કરવા જઈ રહ્યા છો કે કોઈ ખરીદારી કરવાના છો તો થોભી જાવ. બની શકે તો 1 ફેબ્રુઆરી સુધીની રાહ જુઓ કે પછી ખરીદી કરતા પહેલા સારી રીતે સમજી વિચારી લો. કારણ કે 1લી ફેબ્રુઆરીના રોજ મોદી સરકાર દ્વારા અનેક એવી જાહેરાતો કરવામાં આવી શકે છે જ્યાર પછી તમને લાગી શકે છે કે જો થોડા દિવસ રોકાય જતા તો નુકશાન ન થતુ. અનેક એવી ખરીદી કે ઈનેવેસ્ટમેંટ હોય જેને ટાળી શકાય તો ટાળી દો.  એક્સપર્ટ્સ માને છે કે વર્ષ 2019 માં થનારા ઈલેક્શન મોદી સરકાર માટે મોટા પડકારો રજુ કરી શકે છે. તેથી અનેક એવી જાહેરાતો કરવામાં આવી શકે છે જેનો તમને ફાયદો થઈ શકે છે. 
 
આજે અમે તમને બતાવીશુ કે મોદી સરકાર કેવા પ્રકારની જાહેરાતો કરી શકે છે.  જે તમારે માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. 
 
જો ખરીદી રહ્યા છો ઘર તો... 
 
જો તમે ઘર ખરીદવાનુ વિચારી રહ્યા છો તો થોભી જાવ. એવુ કહેવાય રહ્યુ છે કે મોદી સરકાર હાઉસિંગ સેક્ટરને થોડી રાહત આપી શકે છે. જો કે હોમ લોન પર વ્યાજ સબસિડી જેવી સ્કીમ ચાલી રહી છે. પણ સરકાર આ ઉપરાંત પણ અનેક એવા પગલા ઉઠાવી શકે છે. જેનાથી તમને ઘર ખરીદવુ સહેલુ થઈ શકે છે.  સરકાર ઈંફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને પણ ફોકસ કરશે. ઈંફ્રાસ્ટ્રક્ચરમાં સુધારના સમાચાર વચ્ચે તમારે માટે લોકેશન પસંદ કરવુ સહેલુ થઈ જશે. એક્સપર્ટનુ કહેવુ છે કે સરકાર હોમ લોનની શરતો ઉપરાંત હાઉસિંગને પ્રમોટ કરવાનો વિચાર કરી રહી છે. બીજી બાજુ ઘર ખરીદનારોને ટેક્સ છૂટ જેવી રાહતો પણ આપી શકાય છે. 
 
બિઝનેસ શરૂ કરવા માંગો છો તો.. 
 
મોદી સરકારની કોશિશ રહી છે કે લોકોને પોતાનો બિઝનેસ ખોલવા માટે પ્રેરિત કરવામાં આવે. આ માટે સરકારે અનેક પગલા પણ ઉઠાવ્યા છે.  જો કે હાલ તેનો પુરો ફાયદો મળી રહ્યો નથી. આ જ કારણ છેકે એવુ માનવામાં આવી રહ્યુ છે કે સરકાર અનેક એવી જાહેરાતો કરી શકે છે જેનાથી યુવાઓને પોતાનો બિઝનેસ શરૂ કરવો ખૂબ સહેલો થઈ જાય. સરકાર બિઝનેસ માટે લોન સ્કીમની પણ જાહેરાત કરી શકે છે.  આવામાં જો તમે બિઝનેસ શરૂ કરવાનુ  વિચારી રહ્યા છો તો તમે થોડો સમય થોભી શકો છો.  2018 પછી તમે આ પગલુ ઉઠાવી શકો છો. 
 
શેયર માર્કેટમાં ઈંવેસ્ટ કરવા માંગો છો તો... 
 
જો તમે શેયર માર્કેટમાં મોટુ ઈનેવેસ્ટમેંટ કરવા માંગો છો તો પણ તમારે સમજવુ પડશે. ઉલ્લેખનીય છે કે આ સમય ચર્ચા છે કે સરકાર સરલ અને એગ્રીકલ્ચર સેક્ટરને સારુ એવુ પેકેજે આપી શકે છે.  કે પછી અનેક એવી જાહેરાતો પણ કરવામાં આવી શકે છે જેમાં આ બંને સેક્ટરની કંપનીઓને ફાયદો થઈ શકે છે.  આવામાં તમારે આ બંને સેક્ટરની કંપનીઓના શેયર પર બારીકાઈથી નજર રાખવી જોઈએ. આ વિશે સતત માર્કેટને વોચ કરવુ પડશે. 
 
બિઝનેસ કરો છો તો.. 
 
એવી પણ ચર્ચા છે કે બજેત્માં એમએસએમઈ સેક્ટર માટે બિઝનેસ કરવો સરળ સાબિત થઈ શકે છે અને એ માટે પ્રમોશન સ્કીમ લાવી શકાય છે.  આવામાં જો તમે તમારો બિઝનેસ એક્સપેંશન વિશે વિચારી રહ્યા છો તો પહેલા સારી રીતે અભ્યાસ કરી લો અને ત્યાર પછી જ પગલા ઉઠાવો 
 
કાર ખરીદવા માંગો છો તો... 
 
જો તમે જાન્યુઆરી ફેબ્રુઆરી નવા મોડલની કાર કે બાઈક ખરીદવા માંગો છો તો પણ થોભી જાવ.. પહેલા સારી રીતે જાણ કરી લો..  એવી આશા છે કે ઓટો સેક્ટરને પ્રમોટ કરવા માટે સરકાર થોડી રાહત આપી શકે છે. જેવી કે સેસમાં કમી કરી શકાય છે. કે પછી જીએસટીમાં ફેરફાર કરી શકાય છે. ઓટો સેક્ટરને રાહત આપીને પણ કાર કે મોટર સાઈકલની કિમંત ઘટાડી શકાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

આ એપ્સ પર જોઈ શકો છો ફ્રી ફિલ્મો અને તમારી પસંદગીના શો, સબ્સક્રિપ્શન લેવાની જરૂર નથી

ફિલ્મોના શોખીનો વચ્ચે નેટફ્લિક્સ અને હોટસ્ટાર જેવી એપ્સ અને વેબસાઈટ ખૂબ લોકપ્રિય છે. ...

news

Budget 2018 - ટેક્સમાં છૂટની લિમિટ 3 લાખ કરી શકે છે સરકાર, મિનિસ્ટ્રી સામે પ્રપોઝલ

1 ફેબ્રુઆરીના રોજ ફાઈનેંશિયલ ઈયર 2018-19 માટે રજુ થનારુ Aam budget 2018 માં મિડલ ક્લાસને ...

news

સરકારી નોકરીઓ જ નોકરીઓ - NLC ઈંડિયા લિમિટેડમાં એક્ઝીક્યૂટિવ ટ્રેનીના પદ પર ભરતી

એનએલસી ઈંડિયા લિમિટેડમાં એક્ઝીક્યૂટિવ ટ્રેની પદ પર ભરતી કરવામાં આવી રહી છે. આવેદન કરવા ...

news

શું તમને ખબર છે જિયોનું સીક્રેડ કોડ -Jio Secret Code

રિલાંયસ જિયો ગ્રાહકો માટે આશરે દરરોજ નવા-નવા ઑફર આવી રહ્યા છે. આ ઑફર્સ ગ્રાહકોને લાભ મળી ...

Widgets Magazine