સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ આજથી આંતરરાજ્ય માલની હેરફેર માટે ઈ-વે બિલ ફરજીયાત કરાયું છે.

ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (13:33 IST)

Widgets Magazine

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવા માટે ય્જી્નાં નિયમોમાં કરાયેલી જોગવાઈઓ મુજબ કરમુક્ત ચીજવસ્તુઓ સિવાયની તમામ સામગ્રી કે જે રૃ. ૫૦ હજારથી વધુ કિંમતની હોય તેના માટે મેળવવાનું રહેશે. પરંતુ શહેર કે ગામની અંદરના વિસ્તારોમાં થતી કોઈપણ માલની પેરફેર માટે ઈ-વે બિલની જરૃરીયાત રહેશે નહીં. ઈ-વે બિલ જનરેટ થવાની પારદર્શિતા અને ટેક્સની ચોરી થતી અટકશે. નાણા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું કે, આ વ્યવસ્થાના ચેકીંગ માટે વિવિધ સ્થળોએ સ્કવોડ દ્વારા ચકાસણી કરાશે. જે નાના વેપારીઓ પાસે ય્જી્ નંબર ન હોય અને માલનું હેરફેર કે વેચાણ કરવા ઈચ્છતાં હોય ત્યારે માલ ખરીદનારા વેપારીએ ઈ-વે બિલ જાહેર કરવાનું રહેશે. તેઓએ વધુમાં કહ્યું કે, વેટમાં સમાવેશ થતી પેટ્રોલીયમ પેદાશો જેવી કે પેટ્રોલીયમ ક્રૂડ, હાઈસ્પીડ ડીઝલ, મોટર સ્પીરીટ (પેટ્રોલ), નેચરલ ગેસ, એવીએશન ટર્બાઈન ફ્યુઅલ, (માનવ સેવન માટે) આ તમામ કોમોડીટી માટે ફછ્ કાયદા હેઠળ ફોર્મ ૪૦૨/૪૦૩ અને ૪૦૫ જનરેટ કરવાના રહેશે. રાજ્યમાં આંતરીક માલની હેરફેર કે વેચાણ માટે ૧૯ જેટલી ચીજવસ્તુઓ માટે ઈ-વે બીલ જરૃરી છે. ઉપરાંત તમામ નોંધાયેલા વેપારી અને ટ્રાન્સપોર્ટરો તથા અન્ય લોકો કે જેમણે ઈ-વે બિલ લેવું જરૃરી છે તેમણે એક વાર રજીસ્ટ્રેશન કરીને જરૃર પડે ત્યારે ઈ-વે બિલ જનરેટ કરી શકે છે. આ સિવાય પણ ઈ-વે બીલ જનરેટ કરવાની સુવિધાઓ વેબસાઈટ પર અપાઈ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

બજેટ 2018 - કસ્ટમ ડ્યુટી વધી... જાણો શુ શુ થશે મોંઘુ

નાણાકીય મંત્રી અરુણ જેટલી પાંચમી વાર સામાન્ય બજેટ રજુ કર્યુ. નાણાકીય મંતીએ નિર્ણય કર્યો ...

news

Budget 2018: દેશભરમાં બનશે 5 લાખ WiFi હોટસ્પોટ, 10 હજાર કરોડનો પ્રસ્તાવ

નાણાકીય મંત્રી અરુણ જેટલીએ ગુરૂવારે લોકસભામાં સામાન્ય બજેટ 2018 રજુ કરી દીધુ. આ બજેટમાં ...

news

બજેટ 2018-19 - ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહી

નાણાકીય મંત્રી અરુણ જેટલી આજે લોકસભામાં મોદી સરકારનુ સતત પાંચમુ બજેટ રજુ કર્યુ. પોતાના ...

news

Budget Live: અરુણ જેટલીનું બજેટ -ઈનકમ ટેક્સમાં કોઈ ફેરફાર નહી, આવકમાંથી 40 હજાર સુધી સ્ટેંડર્ડ ડિડક્શન મળશે

નાણાકીય મંત્રી અરુણ જેટલી બજેટ રજુ કરવા સંસદ પહોંચી ગયા છે. શક્યતા છે કે જેટલી આજે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine