શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

બટાકાથી વધુ ગુણકારી છે તેના છાલટા... જાણો આ 5 ફાયદા

બટાકાના ઉપયોગ ઘરમાં કરવામાં આવે છે. મોટાભાગે લોકો બટાકાને છોલીને તેના છાલટ ફેંકી દે છે. પણ કદાચ તમે નહી જાણતા હોય કે બટાકાથી વધુ ગુણકારી તેના છાલટા છે. બટાકાના છાલટામાં અનેક એવા તત્વ રહેલા હોય છે જે આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. બટાકાના છાલટા કાઢી લેવાથી તેમા ફાઈબર અને બીજા ન્યૂટ્રીએંટ્સની માત્રા 90 ટકા ઓછી થઈ જાય છે. આવો જાણીએ તેના ફાયદા. 
1. ઈમ્યૂનિટીને વધારો - બટાકાને છાલટામાં વધુ પ્રમાણમાં વિટામિન સી જોવા મળે છે જે શરીરની ઈમ્યૂનિટીને વધારે છે. આ ઉપરાંત તેમા રહેલ તત્વ ઈમ્યૂનિટી વધારવામાં મદદરૂપ હોય છે. 
 
2. વજન ઓછુ કરવામાં મદદરૂપ - આમ તો બટાકાનું સેવન કરવાથી વજન વધે છે પણ તેના છાલટા સહિત ખાવાથી વજન ઓછુ થાય છે. તેના છાલટામાં ઓછી માત્રામાં ફૈટ જોવા મળે છે.  જે વજનને ઓછુ કરે છે. 
 
3. કેંસરથી બચાવ - તેના છાલટામાં ફાઈટોકેમિક્સ્લ હોય છે જે કેંસરથી બચાવે છે. આ ઉપરાંત તેમા રહેલ એસિડ કેંસર થવાની શક્યતાને ઓછુ કરે છે. 
 
4. કોલેસ્ટ્રોલને કરે ઓછુ - શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાથી દિલની બીમારીઓ થવાનુ સંકટ વધી જાય છે. બટાકાના છાલટામાં યોગ્ય માત્રામાં ફાઈબર જોવા મળે છે જે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત રાખે છે. 
 
5. ત્વચા બળતા કરો ઉપયોગ - ત્વચા બળતા બટાકાના છાલટાને લગાવો. તેનાથી દુખાવામાં મોટાભાગે આરામ મળશે.